ચોટીલા હાઈવે ઉપર હિટ એન્ડ રનની ઘટના : અજાણ્યા વાહન હડફેટે યુવાનનું મોત

Local | Surendaranagar | 28 March, 2024 | 01:24 PM
ચોટીલા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી રહી છે
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. ર8
સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકો એકદમ અચાનક ગરમી નો પ્રકોપ પણ જારી થયો છે અને સવાર પડતાની સાથે જ સૂર્યનારાયણ દેવ પણ એટલી તપે છે કે લોકો બે બાંકડા બની જાય એમાં પણ હાઇવે ઉપર પસાર થતા લોકોને ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે ત્યારે ચોટીલા પાસે હાઇવે ઉપર જઈ રહેલા યુવાનને હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં અજાણ્યા વાહનના ચાલકે હાઇવે ઉપર હડફેટે લઈ અને ગંભીર ઇજાઓ પહોંચાડી અને મોતને ઘાટ ઉતાર્યો છે.

ત્યારે આ અંગેની કોઈએ ચોટીલા પોલીસને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર પોલીસ પહોંચી અને તપાસ હાથ ધરી રહી છે ત્યારે આ મૃતક યુવાન કોણ છે ક્યાંનો છે અને ક્યાં જતો હતો જેની પણ તપાસ હાલમાં શરૂ કરવામાં આવી છે ત્યારે હાઇવે ઉપરના સીસીટીવી કેમેરાઓ તપાસ કરી અને અજાણ્યા વાહન ચાલક કોણે આ યુવાનને હડફેટે લઈ અને મોતને ઘાટ ઉતાર્યો જેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

હાલમાં મૃતકની ડેટ બોડીને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને તેના સગા સંબંધી સ્નેહીજનોની તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj