(કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા)
ઉપલેટા,તા.28
ઉપલેટા પંથકમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન અને વોસ પલન્ટ સામે તંત્ર છેલ્લા કેટલાય સમયથી માત્ર મુક પ્રેક્ષક બની બેઠુ હોવાના લીધે આ ગેરકાયદેસર ધંધો દિન પ્રતિદિન વધતો જાય છે ઉપલેટા પંથકના ઘણા ગામોમાં ગેર કાયદેસર રીતે ચાલતા રેતી ખનન અને ગેરકાયદેસર વોસ પ્લાન્ટ સામે ખાની ખનીજ વિભાગ કયારેક પોતાની કાર્યવાહી દર્શાવવા માટે દરડો કરે છે.
તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચે તે પહેલા જ સોશ્યલ મિડીયા ગ્રુપ થકી ભુમાફીયાઓ ને જાણ થતાંજ રફુચકકર થઈ જાય છે અને અધિકારીઓ ખોટા સિકકની માફક પાછા ફરે છે જો કે તંત્રના અધિકારીઓને આ ગેર કાયદસર રેતી ખનન અને વોસ પ્લાન્ટ મામલે અનેક રજુઆતો કરાઇ છે છતાં ખાણ ખનીજ ના અધિકારીઓ ભુમાફીયાઓને છુટો દોર આપે છે.
ખરેખર ખનીજ વિભાગને ગેરકાયદેસર અરજી આપ્યા બાદ જેતે અરજ દારની અરજી તુરત જ ભુમારફીયાઓ સુધી પણ પહોંચી જાય છે અને ખનીજ વિભાગ સ્થળ પર પહોંચે તે પહેલા ગેરકાયદેસર ખનન કરનારા ખનીજ ચોરો અરજદાર સુધી પહોંચી યેનકેન પ્રકારે ધામ ધમકી વડે અરજદારને ડરાવતા હોના પણ અને કિસ્સા સામે આવ્યા છે.
ત્યારે આ ગેરકાયદેસર રેતીનું ખનન અને વોશ પ્લાન્ટ જગ જાહેર હોવા છતાં પણ તંત્રના અધિકારીઓને આ તમામ પલાન્ટ નજરે કેમ નથી આવતા એટલુ જ નહી ગેરાયદેસર રેતી ભરેલા વાહનો શહેરી વસ્તાર અને ધોળા દિવસે પસાર થતા હોય છતાં પણ તંત્ર પુતરાષ્ટ્રની ભુમીકામાં હોય તે પ્રકારે પાસ પરમીટ વગર રેતી ભરેલા વાહનો નીકળતા જ અંધાપો આવી જતો હોય તેવું સ્પષ્ટ સાબીત થાય છે.
અનેક રજુઆતો આંદોલનો લોક માગણીને ધ્યાને સ્થાનીક આગેવાનો ઠેઠ ગાંધીનગર ધકકા ખાઈ અથાગ મહેનત કરી ઉપલેટા શહેરના સાવ તુટી ફુટી બિસ્માર થઈ ગયેલા રસ્તાઓ નગરપાલીકાના ઈતિહાસમાં કદી ન થયા હોય તેવા મુખ્ય મુખ્ય રસ્તાઓ ડામર પેવરથી મઢીને ખુબજ મજબુત રસ્તાઓ બનાવેલ છે
પરંતુ ભાદર, વેણું, મોજ સહીતની નદીઓમાંથી ઓવરલોડ રેતિ ભરેલા ડમ્પરો સહીતના ભારે વાહનો ઉપરોકત રસ્તાઓ ઉપરથી પસાર થઇ રહ્યા છે જેને કારણે આ રસ્તાઓને મોટાપાયે નુકશાન થઇ રહયુ છે આ અંગે તંત્રએ પગલા લેવા જરૂરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy