વધતી આવક-સમૃદ્ધિને કારણે પ્રવાસીઓને કોઈ ફેર પડતો નથી

ઉનાળુ પ્રવાસ પેકેજ 18 ટકા મોંઘા છતાં 25 ટકા વધુ બુકીંગ

Travel, Gujarat | Ahmedabad | 18 March, 2024 | 09:34 AM
ટ્રાવેલ એજન્ટ એસોસીએશનનો રીપોર્ટ: લોકપ્રિય ઉપરાંત ઓછા જાણીતા ક્ષેત્રો તરફ વધતો ટ્રેન્ડ
સાંજ સમાચાર

અમદાવાદ,તા.18

દેશમાં લોકસભાની ચૂંટણી સાથે ઉનાળુ વેકેશન સીઝન પણ રહેવાની છે. આ વખતે પ્રવાસ પેકેજ નોંધપાત્ર પ્રમાણમાં મોંઘા થયા હોવા છતાં સહેલાણીઓને કોઈ ફેર પડતો નથી બુકીંગમાં નોંધપાત્ર વધારો છે.

ટ્રાવેલ એજન્ટ એસોસીએશન ઓફ ઈન્ડિયાના ગુજરાત ચેપ્ટરના રીપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે લગભગ તમામ ક્ષેત્રના પ્રવાસ પેકેજ સરેરાશ 18 ટકા મોંઘા થયા છે. અમુક ક્ષેત્રોમાં 11 ટકા તથા કેટલાકમાં 27.3 ટકાનો વધારો છે. ફરવાનું મોંઘુ થયુ હોવા છતાં પ્રવાસીઓના વલણમાં કોઈ બદલાવ નથી અને બુકીંગ સરેરાશ 25 ટકા વધુ છે.

એસોસીએશનના ચેરમેન વિરેન્દ્ર શાહે જણાવ્યું હતું કે, વિમાની ભાડા, હોટલ ભાડા, અમુક અંશે કરન્સી (ડોલર-યુરો)ને કારણે વિદેશ પ્રવાસના પેકેજ મોંઘા બન્યા છે છતાં બુકીંગમાં કોઈ નેગેટીવ ઈફેકટ જોવા મળી નથી. આ વખતે અઝરબાઈજાન, કઝાકિસ્તાન, જાપાન, વિયેટનામ, સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ, દુબઈ તથા યુરોપના પ્રવાસનો ટ્રેન્ડ વધુ છે.

ઉનાળુ પ્રવાસ માટેની ઈન્કવાયરી પણ ઘણી સારી છે. ઉચ્ચ આવક ધરાવતો વર્ગ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ કે યુરોપના પેકેજ પસંદ કરી રહ્યો છે. ઉનાળામાં પ્રવાસ જાણે કે એક પરંપરા બની ગઈ હોય તેમ મોટાભાગના પરિવારો બજેટ મુજબ પ્રવાસ ગોઠવી રહ્યા છે.

ટ્રાવેલ એજન્ટોના કહેવા પ્રમાણે પરિવારો કે મધ્યમ આયુ જુથના પ્રવાસ સામાન્ય છે પરંતુ હવે યુવા વર્ગ મોટી સંખ્યામાં દેશ-વિદેશના પ્રવાસ પેકેજ મેળવી રહ્યા છે. યુવાવર્ગ નવા સ્થળો પર વધુ પસંદગી ઉતારી રહ્યા છે.

ગુજરાતી પ્રવાસીઓને લાગેવળગે છે ત્યાં સુધી શાકાહારી ભોજનની સુવિધા અનિવાર્ય થઈ પડતી હોય છે પરંતુ યુવાવર્ગના પ્રવાસીઓ સ્થાનિક ભોજન અને સંસ્કૃતિની મજા લેવા પણ તૈયાર થવા લાગ્યો હોવાથી પેકેજમાં ઘણા-મોટા બદલાવ થવા લાગ્યા છે.

યુવા પ્રવાસીઓને પુર્વીય યુરોપ, બ્રાઝીલ તથા કેરેબીયન ક્ષેત્ર વધુ પસંદ પડી રહ્યા છે. યુરોપ-અમેરિકાનો પ્રવાસ ખેડી ચૂકેલા પ્રવાસીઓ હવે નવા અનુભવ મેળવવા માટે ઓછા જાણીતા પ્રવાસન સ્થળોનો પ્રયોગ કરવા લાગ્યા છે. અલાસ્કા ક્રુઝ, કેરેબીયન ક્રુઝ, કેનેડીયન સેકીયા, મેડીટેરીયન ક્રુઝ, ફ્રાંસ, ગ્રીસ વગેરેની સારી ડીમાંડ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj