વિદેશીઓ સાથે વાત કરવા માંગો છો? વોટ્સએપ પર આ સેટિંગ ઓન કરો

India, World, Technology | 27 March, 2024 | 05:03 PM
સાંજ સમાચાર

વોટ્સએપે યુઝર્સના ચેટિંગ અનુભવને સારું બનાવવા માટે ઘણા ખાસ ફીચર્સ રજૂ કર્યા છે. જો કે, જો તમે કોઈ એવી વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો જે જુદી જુદી ભાષાઓ બોલે છે, તો તેમની સાથે વાતચીત કરવી મુશ્કેલ બની શકે છે. સારી વાત એ છે કે વોટ્સએપમાં બિલ્ટ-ઇન ટ્રાન્સલેશન ફીચર છે, જે તમને વિવિધ ભાષાઓમાં લખેલા મેસેજને સમજવામાં મદદ કરી શકે છે.

આ સિવાય જો તમારા મિત્રો કે સંબંધીઓ વિદેશમાં છે અને તમે તેમની સાથે તેમની જ ભાષામાં વાત કરવા માંગો છો તો WhatsApp નું આ ફીચર તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો આજે અમે તમને જણાવીશું કે વોટ્સએપ પર અનુવાદનો ઉપયોગ કેવી રીતે કરી શકાય?

♦ WhatsApp ચેટ ખોલો અને નવો મેસેજ લખો

♦ મેનુ દેખાય ત્યાં સુધી મેસેજને લાંબા સમય સુધી દબાવી રાખો (ટેપ કરો અને પકડી રાખો).

♦ મેનુમાંથી ’મોર પસંદ કરો

♦ ‘અનુવાદ’ વિકલ્પ પસંદ કરો

♦ એક પોપ-અપ વિન્ડો અનુવાદિત સંદેશ દર્શાવતી દેખાશે

જો મેસેજનો તમારી પસંદગીની ભાષામાં અનુવાદ ન થયો હોય, તો તમે જે ભાષામાં સંદેશનો અનુવાદ કરવા માંગો છો તે તમે પસંદ કરી શકો છો.

નોંધનીય છે કે આ ફીચર ફક્ત WhatsApp વર્ઝન 2.20.206.24 અને તે પછીના Android અને 2.20.70 અને iPhoneના પછીના વર્ઝન પર ઉપલબ્ધ છે.

આ સિવાય વોટ્સએપમાં એક બિલ્ટ ઇન ફીચર પણ છે જે ઓટોમેટિકલી ભાષા વચ્ચે મેસેજને ટ્રાન્સલેટ કરી શકે છે. આ ફીચરને WhatsApp સેટિંગ્સમાં ચેટ લેંગ્વેજમાં જઈને એક્ટિવેટ કરી શકાય છે.

વોટ્સએપ પર ટ્રાન્સલેશન ફીચર અલગ-અલગ ભાષાઓમાં લખેલા મેસેજને સમજવાનું સરળ બનાવે છે. માત્ર થોડા ટેપથી, તમે ઠવફતિંઆા વાર્તાલાપમાં કોઈપણ સંદેશનો અનુવાદ કરી શકો છો અને અન્ય દેશમાં રહેતા મિત્રો અને સંબંધીઓ સાથે ચેટ કરી શકો છો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj