ધ્રાંગધ્રામાં જુગાર રમતા શખ્સ ઝડપાયો

Local | Surendaranagar | 29 March, 2024 | 01:49 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 29

 

ધ્રાંગધ્રા સીટી પોલીસે  શક્તિ ચોક રોડ પર કારદાર ગુલ્ફી ગલીના ખાંચામાં વરલી મટકાનો જુગાર રમતા અને રમાડતા એક શખ્સને રોકડ રકમ 2600 સાથે સીટી પોલીસે ઝડપી પાડી જુગાર ધારા મુજબનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા ડો ગિરીશ પંડ્યાની સૂચનાથી ધાંગધ્રા ડી,વાય,એસ,પી જે,ડી પુરોહિતના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા સીટી પોલીસ સ્ટાફ અસ્લમખાન મલેક, સરફરાજભાઈ મલેક,પ્રતાપસિંહ, સંજયભાઈ મુંધવા,સહિત સ્ટાફ ધ્રાંગધ્રા ટાઉનમાં પેટ્રોલિંગમાં હોય તે સમયે શક્તિ ચોક પોલીસ ચોકી પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી મળેલ કે કારદાર ગુલ્ફી વાળાના ડેલાના ખાંચા પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા આરોપી કાનાભાઈ જીવાભાઇ કોળી રહે ધ્રાંગધ્રા વાળાને પકડી તલાસી લેતા તેની પાસેથી વરલી મટકા ની આંકડા ની ચીઠીઓ મળી આવી હતી અને રોકડા રૂપિયા 2600 મળી કુલ મુદ્દામલ કબજે કરી આરોપી વિરૂદ્ધ વરલી મટકાનો જુગાર ધારા મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી ધ્રાંગધ્રા સીટી પોલીસે હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj