જૂનાગઢના પાંચ વિધાનસભા મતવિસ્તારમાં વયોવૃદ્ધ અને દિવ્યાંગોએ પોસ્ટલ બેલેટથી કર્યું ઘર બેઠા મતદાન

Lok Sabha Election 2024 | Junagadh | 29 April, 2024 | 12:14 PM
સાંજ સમાચાર

જૂનાગઢ,તા.29
ચૂંટણી તંત્ર જૂનાગઢ જિલ્લાના વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના વોટ લેવા માટે તેમનાં ઘરે જઈ રહ્યું છે. જિલ્લાના પાંચેય વિધાનસભા મતવિસ્તારમાં આ હોમ વોટિંગ અંતર્ગતની કામગીરી કરવામાં આવી રહી છે.

ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એક પણ મતદાતા મતાધિકારના ઉપયોગથી વંચિત ન રહે તે માટે પ્રતિબદ્ધ છે. ત્યારે આ નેમ અનુસાર વયોવૃદ્ધ એટલે કે 85થી વધુ ઉંમરના અને દિવ્યાંગ મતદારોને ખાસ હોમ વોટિંગની સુવિધા આપવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લાની 5 વિધાનસભા મતવિસ્તારમાં વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોએ પોસ્ટલ બેલેટથી ઘરે બેઠા મતદાન કર્યું હતું. જિલ્લામાં ટૂંક સમયમાં આ હોમ વોટીંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

85-માણાવદર વિધાનસભા મતવિસ્તારમાંથી હોમ વોટીંગની સવલતનો લાભ મેળવવા માટે નિયત નમુના ફોર્મ -ઉ વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદાનરોની 104, તેવી જ રીતે 86- જૂનાગઢમાં 222, 87- વિસાવદરમાં 194, 88 કેશોદમાં 111 અને 89-માંગરોળમાં 194  અરજીઓ મળી હતી. ટૂંક સમયમાં આ હોમ વોટીંગ ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj