‘ઈસરો’ની વધુ એક મોટી સિદ્ધિ: રીયુઝેબલ ‘પુષ્પક’ લોન્ચ વ્હીકલનુ સફળ પરીક્ષણ

India, Technology | 22 March, 2024 | 03:31 PM
સાંજ સમાચાર

બેંગ્લોર તા.20
અવકાશી ક્ષેત્રે નવા-નવા સિમાચિહન સ્થાપિત કરી રહેલી ભારતીય સંસ્થાન ‘ઈસરો’એ નવી સિદ્ધિ હાંસલ કરી છે. કર્ણાટકના ચિત્રદુર્ગ સ્થિત એરોનોટીકલ ટેસ્ટ રેન્જમાં રીયુઝેબલ (ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવું) લોન્ચ વ્હીકલ ‘પુષ્પક’નુ સફળ પરિક્ષણ કરવામાં આવ્યુ હતું. ઓટોમેટીક રીતે ‘પુષ્પક’ રનવે પર લેન્ડ થયુ હતું.

ચિત્રદુર્ગ સ્થિત એરોનોટીકલ ટેસ્ટ રેન્જમાં આજે સવારે 7.10 વાગ્યે ‘ઈસરો’ના રીયુઝેબલ લોન્ચ વ્હીકલ પુષ્પકનું સફળતાપૂર્વક ઓટોમેટીક લેન્ડીંગ કરાવવામાં આવ્યુ હતું. આ ક્ષેત્રમાં ભારતીય અવકાશી એજન્સીએ મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવ્યાનું જાહેર કરવામાં આવ્યું છે.

ઈસરોએ આ અગાઉ પણ બે વખત રીયુઝેબલ લોન્ચ વ્હીકલનું સફળ લેન્ડીંગ કરાવી ચુકયુ છે. ગત વર્ષે ઈસરોએ પરીક્ષણ દરમ્યાન આરએલવીને વાયુસેનાના ચિનુક હેલીકોપ્ટર મારફત સાડા ચાર કિલોમીટરની ઉંચાઈએથી છોડયુ હતું અને પછી તે સફળતાપૂર્વક રનવે પર દોડયુ હતું.

આરએલવીએ બ્રેક પેરાશૂટ, લેન્ડીંગ ગીયર બ્રેક તથા નોઝ વ્હીલ સ્ટીયરીંગ સિસ્ટમની મદદથી સફળ લેન્ડીંગ કર્યું હતું. આ માટે ખાસ વિકસાવાયેલી નેવીગેશન, કંટ્રોલ સિસ્ટમ, લેન્ડીંગ ગીયર તથા ડિકલેરેશન સીસ્ટમ જેવી ટેકનોલોજી સફળ હોવાનુ સાબીત થયુ છે.

ઈસરોએ અગાઉ પરીક્ષણોના આધારે આ વખતે આરએલવીના એરફેમ સ્ટ્રકચર તથા લેન્ડીંગ ગીયરને વધુ મજબૂત બનાવ્યા હતા જેને કારણે લેન્ડીંગ વખતે લોન્ચ વ્હીકલ વધુ ભાર વહન કરી શકે. રીયુઝેબલ લોન્ચ વ્હીકલ ટેકનીક ઈસરોની સૌથી પડકારરૂપ ટેકનીકોમાંથી એક છે અને તેનાથી ઈસરોના અવકાશી કાર્યક્રમો પાછળનો ખર્ચ ઘટી શકશે.

ઓછા ખર્ચે વધુ અવકાશી કાર્યક્રમો હાથ ધરી શકાશે. ઈસરોના વડા એસ.સોમનાથને કહ્યું કે ભારતના અવકાશી મીશનનો ખર્ચ ઘટાડવામાં પુષ્પક લોન્ચ વ્હીકલ મોટો ભાગ ભજવશે. તેમાં ઘણા મોંઘા ઈલેકટ્રોનિક પાર્ટસ હોય છે. વધુ વખત ઉપયોગ થવાના સંજોગોમાં દેખીતી રીતે ખર્ચ ઘટશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj