હોળીના દિવસે વિડીયો વાયરલ થયેલો

ચાલુ સ્કુટીએ અશ્લીલ હરકતો અને સ્ટંટ કરનાર યુગલોને પોલીસે મેમો ફટકાર્યો

India | 28 March, 2024 | 10:39 AM
લોકોની ફરીયાદોને પગલે નોઈડા પોલીસ એકશનમાં : ધરપકડની લટકતી તલવાર
સાંજ સમાચાર

નવી દિલ્હી તા.28
સસ્તી પબ્લીસીટી માટે કેટલાંક લોકો જાહેરમાં અશ્લીલ હરકતો કરી કે સ્ટંટ વિડીયો બનાવી સોશ્યલ મીડીયામાં વાયરલ કરતા હોય છે.હોળીના દિવસે એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક છોકરો અને એક છોકરી સામસામે એકબીજાને વળગીને રંગ લગાડીને અશ્લીલ હરકત કરતા જોવા મળે છે.વીડીયોમાં જોવા મળે છે કે આ દરમ્યાન રસ્તા પર અનેક વાહનો પસાર થતા હોય છે.

બીજો એક એવો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે જેમાં એક છોકરી તેના બોયફ્રેન્ડ પાછળ સ્કુટી પર ઉભી થઈને સ્ટંટ કરતી જોવા મળે છે જેમાં બેલેન્સ ન રહેતા આ છોકરી નીચે પડી જાય છે.

સોશ્યલ મીડીયામાં આ બન્ને વિવાદાસ્પદ વીડીયો વાયરલ થતા નોઈડા પોલીસે સ્કુટી પર જાહેરમાં અશ્લીલ હરકતો કરનાર યુવક-યુવતીને 33 હજાર રૂપિયાનો મેમો ફટકાર્યો છે.

તો સ્કુટી પર સ્ટંટ કરતી છોકરીને 47500 રૂપિયાનો મેમો ફટકાર્યો છે. લોકોની ફરીયાદો પરથી પોલીસે એકશન લીધા છે સ્કુટી પર જાહેરમાં રોમાન્સ કરી અશ્લીલ વીડીયો શેર કરનાર અને અન્ય કિસ્સામાં સ્કુટી પર સ્ટંટ કરનાર યુગલ પર ધરપકડની તલવાર તોળાઈ રહી છે. પોલીસ આ યુગલોની તલાસમાં છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj