નવી દિલ્હી તા.27
દિલ્હી લીકર એકસાઈઝ ડયુટીમાં મની લોન્ડરીંગના આરોપસર દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડને લઈને જર્મની બાદ અમેરિકાએ પણ ટિપ્પણી કરતા આ વિવાદ ગરમાયો છે.
આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયે આજે અમેરિકાના કાર્યપાલક મિશન ઉપપ્રમુખ ગ્લોરિયા બેર્બેતાને બોલાવ્યા હતા. વિદેશમંત્રાલયમાં લગભગ 40 મિનિટ સુધી તેમની મુલાકાત ચાલી હતી.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ લિકર એકસાઈઝ ડયુટી કાંડના આરોપસર ઈડીએ તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. જેના વિદેશમાં પણ પડઘા પડયા છે.
આ મામલે જર્મનીએ ટિપ્પણી કર્યા બાદ અમેરિકાએ પણ ટિપ્પણી કરતા નારાજ ભારતીય વિદેશ મંત્રાલયે યુએસ અધિકારી- કાર્યવાહક મિશન ઉપપ્રમુખ ગ્લોરિયા બેર્બેતાને તેડુ મોકલ્યું હતું, જેને પગલે તે વિદેશ મંત્રાલયે દોડી આવ્યા હતા. તેમની વિદેશ મંત્રાલયમાં 40 મીનીટ મુલાકાત ચાલી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy