આવો પણ રેકોર્ડ ! તમિલનાડુના આ મહાશય 238 વખત ચૂંટણી હાર્યા છે!

India, Off-beat | 29 March, 2024 | 03:24 PM
સતત હારીને પણ હાર ન માનતા ઉમેદવાર પદ્મરાજન આ વખતે પણ ચૂંટણી જંગમાં !
સાંજ સમાચાર

મેટ્ટૂર (તમિલનાડુ)  તા.29
હાલ દેશમાં ચારેબાજુ લોકસભા ચૂંટણી 2024ની ચર્ચા થઈ રહી છે. તેવામાં તમિલનાડુના એક વ્યક્તિએ તમામનું ધ્યાન ખેંચ્યું છે. આ વ્યક્તિ અગાઉ 238 વખત ચૂંટણી લડી ચૂક્યો છે. જેમાં તેને દર વખતે હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે આ વર્ષ પણ ચૂંટણી લડવાનો છે.

પદ્મરાજન નામના આ વ્યક્તિને લોકો ઈલેક્શન કિંગ પણ કહે છે. તેને આટલી વખત ચૂંટણીમાં મળેલી હારને કારણે વર્લ્ડ બિગેસ્ટ ઈલેક્શન યુઝરની ઉપાધિ પણ મળી ચૂકી છે. દેશમાં જ્યારે ચૂંટણીનો માહોલ હોય છે, ત્યારે પદ્મરાજનનો ઉલ્લેખ જરૂર થાય છે.

તમિલનાડુના મેટ્ટૂરના રહેવાલી 65 વર્ષીય પદ્મરાજન વર્ષ 1988થી ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે તેઓ ધર્મપુરી બેઠકથી લોકસભાની ચૂંટણી લડવાના છે. તેઓ રાષ્ટ્રપતિની પણ ચૂંટણી લડી ચૂક્યા છે. પદ્મરાજન પીએમ મોદી, પૂર્વ વડાપ્રધાન અટલ બિહાર વાજપેયી અને મનમોહન સિંહ સહિક કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે પણ ચૂંટણી લડી ચૂક્યા છે.

ચૂંટણીમાં હારનો રેકોર્ડ બનાવી ચૂકેલ આ વ્યક્તિનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલ છે. તે ભારતના સૌથી અસફળ ઉમેદવાર છે. તેમને વર્ષ 2011ની ચૂંટણી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જ્યારે વિધાનસભા ચૂંટણીમાં તેમને મેટ્ટૂર બેઠક પર 6,273 મત મળ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj