મોરબીના બે PI ને સસ્પેન્ડ કરવાના પ્રકરણમાં ‘ટાર્ગેટ’ કોણ ? શા માટે ?

Local | Morbi | 28 March, 2024 | 12:06 PM
એસપીએ છ માસ પહેલા કરેલા હુકમો ચર્ચામાં : સોશ્યલ મીડિયામાં આક્ષેપો : પો.ઇન્સ. ઢોલને નિશાન બનાવાયાની છાપ..
સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. 28

મોરબી જિલ્લામાં થોડા સમય પહેલા એસએમસીની ટીમ દ્વારા કરવામાં આવેલ રેડ બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા બે પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જોકે, આ હુકમ બાદ મોરબી જિલ્લાના એસપી દ્વારા અગાઉ મોરબી જિલ્લામાં અધિકારીની બદલી માટે જે હુકમો કરવામાં આવ્યા હતા તે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

ખાસ કરીને એલસીબીના પીઆઇને આ સમગ્ર ઘટનામાં ટાર્ગેટ કરવા માટે થઈને કાવતરું થયું હોય તેવી ચર્ચા હાલમાં પાટીદાર સમાજના લોકો સહિતનાઓમાં થઈ રહી છે વ્હોટ્સએપ ગ્રુપમાં આ અંગેના મેસેજ પણ વાયરલ થઇ રહ્યાની ચર્ચા ચાલી રહી છે.

થોડા સમય પહેલા એસએમસીની ટીમ દ્વારા લાલપર ગામ પાસે ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી અને ત્યારે ત્યારથી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ગોડાઉનની અંદરથી 1.51 કરોડની કિંમતનો અમદાવાદના લીસ્ટેડ બુટલેગર જીમીત પટેલનો દારૂનો જથ્થો ઝડપાયો હતો અને આ શખ્સ દ્વારા મોરબીના આ ગોડાઉનમાંથી મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના જુદા જુદા બુટલેગરોને દારૂની સપ્લાય કરવામાં આવતી હતી.

તે સાહિતની માહિતીઓ સામે આવેલ છે અને આ ગુનામાં જે તે સમયે 10 આરોપીઓને પકડવામાં આવ્યા હતા જોકે મુખ્ય આરોપી જીમિત પટેલ સહિતના 11 આરોપીઓને હજુ પણ પકડવાના બાકી છે અને તેની તપાસ મોરબી જિલ્લા એસઓજીના પીઆઇ એમ.પી. પંડ્યાને સોંપવામાં આવી છે

તેવામાં એસએમસી ની રેડના પગલે મોરબી જિલ્લા એલસીબીની ટીમના પીઆઇ ડી.એમ. ઢોલ અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ. માળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જોકે આ હુકમ થયા બાદ મોરબીના સોશિયલ મીડિયામાં એસપી રાહુલ ત્રિપાઠીએ છેલ્લા છ મહિનાની અંદર કરેલા બે ઓર્ડર વાયરલ થયા છે અને તેમાં જાણી જોઈને મોરબી જિલ્લા એલસીબીના પીઆઇને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય તે પ્રકારની ચર્ચાઓ પણ થઈ રહી છે

મોરબી જિલ્લા એસીબીના પીઆઇ તરીકે ડી.એમ. ઢોલ કાર્યરત હતા દરમિયાન હળવદ તાલુકાના પીઆઈ કે.એમ. છસિયાને ત્યાં રાજકીય આગેવાનો સાથે જે વિવાદ થયો હતો તેને ધ્યાનમાં રાખીને તેઓને હળવદ પોલીસ સ્ટેશનમાંથી બદલી કરીને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા હતા અને તા. 18/9/23 ના રોજ મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલને એલસીબીના ચાર્જ ઉપરાત હળવદ તાલુકા પોલીસ સ્ટેશનનો ચાર્જ આપવામાં આવ્યો હતો.

ત્યાં તેઓનો કેમ્પ રાખવા માટેનો લેખિત ઓર્ડર એસપી દ્વારા કરવામાં આવ્યો હતો દરમિયાન ગત તા. 15/3/24 ના રોજ પીઆઇ આર.ટી. વ્યાસને હળવદ પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

મોરબી સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો ચાર્જ સીપીઆઈ એમ.એ. વસાવાને સોંપવામાં આવ્યો છે તેમજ જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલને હળવદના વધારાના ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવેલ છે જોકે, આ બંને ઓર્ડર વચ્ચે સૌથી મોટી બાબતે છે કે, એસએમસી ની ટીમ દ્વારા જ્યારે રેડ કરવામાં આવી ત્યારે એવી વાત સામે આવી હતી કે, છેલ્લા છ સાત મહિનાથી લાલપર ગામ પાસેનું ગોડાઉન અમદાવાદના બુટલેગર જીમિત પટેલ દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું.

ત્યાંથી ત્રણ જિલ્લામાં દારૂની સપ્લાય કરવામાં આવતી હતી અને આ સમયગાળા દરમિયાન મોરબી જિલ્લા એસીબીના પીઆઇને હળવદ પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ આપીને ત્યાં તેનો કેમ્પ રાખવા માટેનો લેખિત ઓર્ડર એસપી દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે ત્યાંથી તેઓને મુક્ત કરવામાં આવ્યાના પાંચ દિવસ પછી જ મોરબી જિલ્લામાં એસએમસીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી છે.

જેથી આ સમગ્ર ઘટનાક્રમની અંદર ક્યાંકને ક્યાંક મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડીએમ ઢોલને ટાર્ગેટ કરવા માટે થઈને આખું કાવતરૂ થયું હોય તેવી ચર્ચા હાલમાં મોરબી જિલ્લાના સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપોની અંદર ચાલી રહી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj