આપઘાત કરે તે પહેલાં જ મોરબી 181 ની ટીમે સ્થળ ઉપર પહોંચી મહિલાનો જીવ બચાવ્યો

Local | Morbi | 28 March, 2024 | 02:33 PM
સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 28
 

સાસુ, સસરા અને પતિના માનસિક ત્રાસથી કંટાળી મહિલાએ આપઘાત કરવાનું વિચાર્યું હતું, મહિલાઓની મદદ માટે સતત રાત-દિવસ કાયેરત રહેતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે.181 અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી મહિલા મોરબી મચ્છુ ડેમ -3 પર આપઘાત કરવા જઈ રહી છે .

જેના પગલે 181 ટીમના કાઉન્સિલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન કોઠીવાર તેમજ પાયલોટ જીગરભાઈ શેરઠીયા ઘટના સ્થળે મહિલા ની મદદ માટે પહોંચ્યા હતા મહિલા ને ત્યાંના લોકોએ મચ્છુ ડેમ પર જ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં સૌપ્રથમ મહિલા ને સાંત્વના આપી  તેમજ 181 ટીમ દ્વારા મહિલા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો.

ત્યારબાદ મહિલાનું કાઉન્સિલીગ કરતા તેમણે જણાવેલ કે મહિલા તેના પતિ, સાસુ, સસરા,દિયર, નણંદ અને તેમના ચાર બાળકો સહિતના પરિવાર સાથે રહે છે તેના પતિએ મહિલા પાસે શાકભાજી તેમજ કરિયાણું લેવા માટે પૈસા માગ્યા તો મહિલા પાસે પૈસા ન હતા તેથી પૈસા આપવાની ના પાડતાં તેમના પતિ બેન સાથે મારઝુડ કરતા હતા તેમજ અપશબ્દો બોલતા હતા અને અયોગ્ય વર્તન કરતા હતા.

તેમજ ઘરના બધા જ સભ્યો મહિલાને નાની -નાની વાતે માનસિક રીતે ત્રાસ આપતા હતા માટે મહિલા આવા અનેક પ્રકારના પ્રશ્ર્નોથી કંટાળીને તેમના ચાર બાળકોને ઘરે મુકીને કોઈ ને પણ જાણબહાર ચાલતા ચાલતા મચ્છુ ડેમ -3 પર આપઘાત કરવા પહોંચી હતી મહિલા અનેક પ્રશ્ર્નોથી મુકાયેલી હતી ત્યારબાદ 181 ટીમે મહિલા ને આશ્વાસન આપેલ તેમજ આવી રીતના ક્યારેય પણ ઘરેથી આપઘાત કરવા ન નીકળી જવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી.ત્યારબાદ તેમના સાસરી પક્ષ નું સરનામું પુછેલ અને તેમનો કોન્ટેક્ટ નંબર મેળવેલ તેમજ ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા પતિ સાથે વાતચીત કરેલ અને તેમના ઘરે ગયેલા બાદમાં મહિલાએ જણાવ્યું કે તેમનું સહ પરિવાર ખેતી કામ કરે છે અને વાડી -વિસ્તારમા રહે છે મહિલા ના સાસરી પક્ષે જણાવેલ કે આજથી એક મહિના પહેલાં આવી રીતના ઘરની બહાર નીકળી ગયાં હતાં બાદમાં સાસરી પક્ષનું કાઉન્સિલીગ કરતા જાણવા મળ્યું કે મહિલા બાળકો સાથે મારઝુડ કરે છે અને નાની -નાની વાતે જીદ કરીને ઝઘડા કરે છે.

તેથી વારંવાર ઘર છોડીને નીકળી જાય છે.181 ટીમે સાસરી પક્ષને જણાવેલ કે મહિલા સાથે મારઝુડ કરવી અને અપશબ્દો બોલવા એ કાયદાકીય રીતે ગુનો છે.બાદ 181 ટીમ દ્વારા સલાહ સુચન અને માગેદશેન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપેલ તેમજ મહિલા સાથે મારઝુડ ન કરવા અને અપશબ્દો ન બોલવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી તેમજ મહિલાનું ધ્યાન રાખવા જણાવેલ.આમ મહિલાએ જીવનમાં ક્યારેય પણ આત્મહત્યાનો પ્રયાસ નહિ કરૂં  અને આત્મહત્યાનો વિચાર પણ નહિ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને રાજી-ખુશીથી તેમના પરિવાર સાથે રહેવા જણાવેલ જેને લઈ તેમના સાસરી પક્ષે અને જેની વાડીમાં મહિલા રહેતા હતા તે વાડીના માલિકે 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj