શેરબજારમાં ધૂમ તેજી: સેન્સેક્સ ફરી 73000ને પાર

India, Business | 27 March, 2024 | 04:47 PM
600 પોઇન્ટનો ઉછાળો: રીલાયન્સ 110 રૂપિયા ઉંચકાયો: મારૂતીનું માર્કેટકેપ 4 લાખ કરોડને વટાવી ગયું
સાંજ સમાચાર

રાજકોટ, તા.27
મુંબઇ શેરબજારમાં આજે ધૂમ લેવાલીથી સાર્વત્રિક તેજીનો માહોલ રહ્યો હતો. સેન્સેક્સ 600 પોઇન્ટના ઉછાળા સાથે ફરી 73000ની સપાટી કુદાવી ગયો હતો. શેરબજારમાં આજે શરૂઆત તેજીના ટોને થઇ હતી. નાણાં સંસ્થાઓની લેવાલી, અર્થતંત્રના ધસમસાટ જેવા કારણોથી સારી અસર હતી.

માર્ચમાં વિદેશી સંસ્થાઓએ 3.63 અબજ ડોલર ઠાલવીને ગત ડીસેમ્બર પછીનું સૌથી મોટું રોકાણ કર્યાનો રીપોર્ટ જાહેર થતા સારી અસર હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે આવતીકાલે માર્ચ વલણનો અંતિમ દિવસ છે.

નાણાંકીય વર્ષના કામકાજનો પણ છેલ્લો દિવસ છે. કારણ કે શુક્ર-શનિ-રવિની સળંગ રજા છે. સંસ્થાકીય ખરીદી વધવાનું અનુમાન છે. આવતા સપ્તાહે નવા નાણાંકીય વર્ષમાં કેવો ટ્રેન્ડ પકડાય છે તેના પર મીટ રહે તેમ છે.

શેરબજારમાં આજે મારૂતીનું માર્કેટ કેપ 4 લાખ કરોડને વટાવી ગયું હતું અને 19મી ભારતીય લીસ્ટેડ કંપની બની હતી. આ સિવાય રીલાયન્સ  110 રૂપિયા ઉછળ્યો હતો અને 3000ની નજીક પહોંચ્યો હતો. મારૂતી, એનટીપીસી, પાવર ગ્રીડ, રીલાયન્સ, ટીસ્કો, ટાઇટન, એશિયન પેઇન્ટસ, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી, ઇન્ડુસઇન્ડ બેંક, જેએસડબલ્યૂ સ્ટીલ, કોટક બેંક, લાર્સન વગેરેમાં ઉછાળો હતો. નેસલે, સ્ટેટ બેંક, ટીસીએસ, સીડીએસએલ, એપોલો હોસ્પીટલ, બ્રીટાનીયા વગેરે ઉછળ્યા હતાં.

મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 620 પોઇન્ટના ઉછાળાથી 73090 હતો તે ઉંચામાં 73124 તથા નીચામાં 72600 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 176 પોઇન્ટ ઉંચકાઇને 22181 હતો તે ઉંચામાં 22193 તથા નીચામાં 22052 હતો.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj