વાઘબકરી ફાઉન્ડેશન દ્વારા એનિમલ રેસ્કયુ વાનનું લોકાર્પણ

Local | Ahmedabad | 27 March, 2024 | 04:33 PM
ખેડા જીલ્લાના ખાંધલી ગામે વાઘ બકરી ફેકટરી ખાતે યોજાયેલ કાર્યક્રમ
સાંજ સમાચાર

અમદાવાદ : પારસભાઇ દેસાઇ (એકઝીકયુટીવ ડિરેકટર વાઘબકરી ગ્રુપ)ની દીર્ઘદ્રષ્ટિ હેઠળ પર્યાવરણ સંરક્ષણ માટે વાઘબકરી ફાઉન્ડેશન દ્વારા વિદ્યાનગર નેચર કલબને વન્યપ્રાણી બચાવ વાહન અર્પણ કરવામાં આવ્યું. આ પહેલા વિદ્યાનગર નેચર કલબ આણંદ અને ખેડા જિલ્લામાં કાર્યરત મગર, સારસ અને ગીધના સંરક્ષણ પ્રકલ્પોને વધુ મકકમ  કરવામાં પ્રેરણા પૂરી પાડવાની છે.વાઘબકરી ચા ફેકટરી, ખાંધલી ખાતે તુષારભાઇ ત્રિપાઠી (સીઓઓ-વાઘબકરી ગ્રુપ)ના હસ્તે આ વાહનની ચાવી વિદ્યાનગર નેચર કલબને પરંપરાગત રીતે સોંપવામાં આવી.

વાઘબકરી ગ્રુપના એકઝીકયુટીવ ડિરેકટર પારસભાઇ દેસાઇએ આ પ્રકલ્પને ‘સહઅસ્તિત્વ પ્રકલ્પ’ તરીકે નામાંકિત  કર્યો. જે વાઘબકરી ગ્રુપના મુખ્ય ઉદ્ેશ્ય મનુષ્ય અને વન્યપ્રાણીઓ વચ્ચેના સુમેળભર્યા સહઅસ્તિત્વને સ્પર્શે છે. વિદ્યાનગર નેચર કલબના અનિરૂધ્ધ વસાવાએ વાઘબકરી ગ્રુપની આ ઉદાર મદદ માટે આભાર વ્યકત કર્યો હતો. ઉપરાંત તેઓએ ભય હેઠળ મુકાયેલી પ્રજાતિઓના ઝડપી બચાવમાં આ વન્યપ્રાણી બચાવ વાહન કેવી રીતે ઉપયોગી થશે તેની મહત્તા પર પ્રકાશ પાડયો હતો. બંને સંસ્થાઓની આ સહયોગ જૈવવિવિધતાના બચાવ અને ટકાઉ પર્યાવરણ કડીના ઉત્થાન માટે થઇ રહેલા કાર્યને દર્શાવે છે. આ શુભપ્રસંગ હેઠળ ખાંધલી પ્રાથમિક શાળામાં પર્યાવરણ જાગૃતિ માટે એક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ તેમજ ભય હેઠળ મુકાયેલી પ્રજાતિઓના સંરક્ષણ માટેની જરૂરીયાત સમજાવવાનો હતો. વાઘબકરી ફાઉન્ડેશનનો આ ટેકો વિદ્યાનગર નેચર કલબના પર્યાવરણીય  સિધ્ધાંત અને આપણા ગ્રહની કિંમતી જૈવવિવિધતાના સંરક્ષણ માટે એક આધારસ્તંભ બની રહેશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj