મુંબઈમાં હુક્કા બારમાં પોલીસનો દરોડો, બિગબોસ વિજેતા મુનવ્વર ફારૂકીની અટકાયત

India, Entertainment | 27 March, 2024 | 11:14 AM
સાંજ સમાચાર

મુંબઈ : મુંબઈ પોલીસે ફોર્ટ વિસ્તારના  મંગળવારે રાત્રે એક હુક્કા પાર્લરમાં દરોડો પાડ્યો અને સ્ટેન્ડ-અપ કોમેડિયન અને બિગ બોસ વિજેતા મુનવ્વર  ફારુકીને કસ્ટડીમાં લીધો. હુક્કા પાર્લરમાં ગેરકાયદેસર વપરાશની માહિતી મળતાં પોલીસ દરોડો પાડવા માટે ત્યાં પહોંચી હતી. અટકાયત કરાયેલા લોકોમાં મુનવ્વર ફારૂકીનું નામ પણ સામેલ છે.

દરોડા સાથે સંકળાયેલા એક અધિકારીએ કહ્યું, હર્બલ હુક્કાના નામે તમાકુના ઉપયોગની માહિતી મળતાં અમારી ટીમે મુંબઈમાં હુક્કાબાર પર દરોડો પાડ્યો હતો, ત્યાંથી મળેલી વસ્તુઓની તપાસ કર્યા બાદ કેસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને કેસ નોંધવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલા લોકોમાં મુનવર ફારૂકી પણ સામેલ છે.

 મુંબઈ પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારૂકી અને અન્ય 13 લોકોને, જેમને ફોર્ટ વિસ્તારમાં હુક્કા પાર્લરમાં દરોડા દરમિયાન અટકાયતમાં લેવામાં આવ્યા હતા, તેમને પૂછપરછ બાદ છોડી દેવામાં આવ્યા હતા. આ તમામ સામે કેસ નોંધવામાં આવ્યો છે. 

પોલીસના જણાવ્યા અનુસાર શહેરના ફોર્ટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે હુક્કા પાર્લર ચલાવવામાં આવી રહ્યું હતું. દરોડો પાડીને રૂ. 4,400 રોકડા અને રૂ. 13,500ની કિંમતની 9 હુક્કાની પોટલી જપ્ત કરવામાં આવી હતી. સિગારેટ અને અન્ય ટોબેકો પ્રોડકટ્સ એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

મુંબઈ પોલીસ દ્વારા અટકાયતમાં લેવાના સમાચાર બાદ મુનવ્વર ફારૂકીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એરપોર્ટની એક તસવીર શેર કરી છે. જેમાં કેપ્શન લખ્યું છે કે, "થાકેલી હોવા છતાં, હું મુસાફરી કરી રહ્યો છું."

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj