સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સટાસટી: 1 થી 14 ઈંચ

Saurashtra | Rajkot | 02 July, 2024 | 12:08 PM
જુનાગઢ જીલ્લો 10 થી 14 ઈંચ સાથે જળબંબાકાર: રાજકોટ જીલ્લાનાં ધોરાજીમાં-6, દ્વારકા-ખંભાળીયામાં 4 થી 9.5 ઈંચ, અમરેલી જીલ્લામાં 1 થી 5 ઈંચ: ભાવનગર જીલ્લામાં 1 થી 5 ઈંચ, જામનગર જીલ્લામાં 1 થી 4 ઈંચ, ગીર-સોમનાથમાં પણ 1 થી 1.5 ઈંચ વરસાદ
સાંજ સમાચાર

રાજકોટ,તા.2
ચોમાસાનાં પ્રથમ રાઉન્ડમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે. ખાસ કરીને છેલ્લા 24 કલાક દરમ્યાન જુનાગઢ જીલ્લામાં 10 થી 14 ઈંચ સાથે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત ખંભાલીયામાં 10, માધવપુર ઘેડમાં 7, અમરેલી જીલ્લામાં 1 થી 5, ગિર સોમનાથ જીલ્લામાં 1 થી 4.5 ઈંચ, મોરબી જીલ્લામાં 0!! થી 5.5 ઈંચ, ભાવનગર જીલ્લામાં 0!! થી 4 ઈંચ, જેટલો વરસાદ નોંધાયો છે.

દરમ્યાન સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ જુનાગઢ જીલ્લામાં સૌથી વધુ વંથલી ખાતે 14 ઈંચ કેશોદ તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લાં અઠારથી વીસ કલાક દરમિયાન 12 ઇંચ પડેલા અવિરત વરસાદથી નદી નાળાઓ બે કાંઠે વહેવા લાગ્યા હતા અને ખેડૂતોને વાવણી કયો બાદ પ્રથમ વરસાદ સારો પડી જતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે.

તો બીજી તરફ એક સાથે ધમાકેદાર વરસાદ ની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે તો શહેરમાં ગારો કિચડ અને રબડી થઈ ગયા હતા જે પણ ધમાકેદાર વરસાદ ના પાણીથી ધોવાઈ ગયા છે અને સારા વરસાદને લયને લોકો ખુશ ખુશાલ જોવા મળે છે તો બીજી તરફ કેશોદ ના ધેડ પંથકમાં ઉપરવાસ ના નદીઓનું પાણી ફરી વળ્યું છે અને હાલમાં ઘેડ પંથકના બામણાસા સહિત ના ગામો બેટમાં ફેરવાઈ ગયા છે તો બીજી તરફ ધોડાપુર ના પાણી ખેતરોમાં ભરાઈ જવાથી બામણાસા ગામે હજારો હેક્ટર ખેતીની જમીન નું ધોવાણ થયું હોવાનું જાણવા મળ્યું છે.

તેમજ વિસાવદરમાં સૌથી વધુ 13 ઈંચ, જૂનાગઢમાં સાડા 11 ઈંચ, જૂનાગઢ શહેરમાં સાડા 11 ઈંચ, કેશોદમાં 10 ઈંચ, ખંભાળિયામાં સવા નવ ઈંચ, માણાવદરમાં સાડા પોણા નવ ઈંચ, 22 કલાકમાં કલ્યાણપુરમાં આઠ ઈંચ, 22 કલાકમાં મેંદરડામાં સાડા સાત ઈંચ, 22 કલાકમાં જલાલપોરમાં સાત ઈંચ.

રાજકોટના ધોરાજીમાં સાડા છ ઈંચ અને માળિયા હાટીના તાલુકામાં સાડા છ ઈંચ, ભેસાણ, મહુવામાં છ ઈંચ, મહુવા, મોરબીમાં છ ઈંચ, રાજુલા, તાલાલામાં સાડા પાંચ ઈંચ, તાલાલા, ગીર ગઢડામાં સાડા પાંચ ઈંચ, કુતિયાણા, માંગરોળમાં સાડા પાંચ ઈંચ, કોડીનાર સાડા પાંચ ઈંચ, ઉનામાં, મહુવામાં સાડા ચાર ઈંચ, દ્વારકા, બગસરામાં સાડા ચાર ઈંચ,ખાંભામાં સાડા ચાર ઈંચ, જામજોધપુર, ભાણવડમાં ચાર ઈંચ પડયો હતો. 

માધવપુર (ઘેડ)
માધવપુર માં ગત રાત્રિ દરમ્યાન મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી થતાં 7 ઈચ વરસાદ પડયો હતો. મોસમ નો પેહલા વરસાદ માં જ ધમાકેદાર એન્ટ્રી થતાં લોકો અને ખેડુતો માખુશી છવાય છે. નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતા. ઘેડના પાતા ચીગરિયા મડેર કડછ શહીત ના ગામોમાં વરસાદ વરસતા ખુશીનો માહોલ ધવાયો હતો. 

વડિયા
સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયો છે ત્યારે સૌરાષ્ટ્ર માં છેલ્લા બે દિવસથી મેઘરાજાના મંડાણ થયા છે એમાં પણ રવિવાર રાત થી અમરેલી ના વડિયા વિસ્તાર માં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે છેલ્લા સોમવાર ના સાંજે પાંચ વાગ્યાં સુધીમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદ પેહલા વાવણી કરેલા કપાસિયા અગાવના થોડા વરસાદ થી ઉગ્યા બાદ વરસાદના અભાવે હતા તે મુરજાતા પાક ને જીવત દાન મળતા ચાતક નજરે રાહ જોતા જગતાત માં હરખની હેલી જોવા મળી છે.

તો બીજી બાજુ વડિયા વિસ્તારના લોકોની જીવાદોરી સમાન ગણાતા સુરવો ડેમ પણ તળિયા ઝાટક હતો તેમાં પણ છ ફૂટ નવા નિરની આવક થઇ છે તો વડિયા ની ભાગોળે આવેલા સાંકરોળી ડેમમાં દસ ફૂટ નવા નિરની આવક થતા સમગ્ર પંથક માં અવિરત મેંઘ સવારી થી ખુશીનો માહોલ છવાયો છે અને લાપસી ના આંધણ મુકાતા જોવા મળી રહ્યા છે.

ગીર સોમનાથ
ગીર સોમનાથ જીલ્લાના છએય તાલુકાઓમાં આજે સવારથી જ મેઘરાજાએ ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સવારના પહોરમાં સુત્રાપાડા, કોડીનાર, ગીરગઢડા અને ઉના તાલુકાઓમાં ધોધમાર હેત વરસાવ્યા બાદ બપોર પછી વેરાવળ અને તાલાલા ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જો કે, સમગ્ર જીલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આખો દિવસ ધીમી ધારે વરસાદ સતત વરસી રહ્યો હતો. જેના પગલે હિરણ સહિતની અનેક નદી- નાળાઓમાં વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા.

આજે મેઘરાજાએ વરસાવેલ હેતના પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. જીલ્લામાં સવાર 6 થી રાત્રે 8 સુધીમાં કોડીનારમાં 4.5 ઇંચ, સુત્રાપાડામાં 3 ઈંચ, વેરાવળ સોમનાથમાં 1.5, તાલાલામાં 3 ઈંચ, ઉનામાં 2 ઈંચ અને ગીરગઢડામાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. 

બગસરા
બગસરા તાલુકાના હડાળા માવજીજવા બાલાપુર પીઠડીયા નવા- જુના વાઘણીયા ખારી ખીજડીયા ચારણ પીપળી નાના મુંજીયાસર મોટા મુંજીયાસર રફાળા આદપુર સહિત સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસાદી પાણી ખેતરોમાં ભરાયા ખેડૂતો દ્વારા વાવેતર કરેલ પાકને ફાયદાકારક સાબિત થશે હવામાન ખાતાએ આપેલ આગાહીના ભાગરૂપે બગસરા પંથકમાં પણ સવારથી ધીમીધારે વરસાદ બાદ ધોધમાર વરસાદ પડ્યો બગસરાથી હડાળા રોડ પર ભારે વરસાદના કારણે વાહન વ્યવહારને પણ અવરજવરમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યોહતો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

કોડીનાર
સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ગત રાત્રિ થીજ ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જે કોડીનાર શહેર તેમજ આસપાસ નાં ગામો માં આજે સવાર થી વધી બપોરે સુધીમાં ચોવીસ કલાકમાં ચાર ઈંચ વરસાદ વર્ષયો છે.જેને લઈને કોડીનાર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.આમ છતાં વાહન વ્યવહાર પૂર્વવત છે.કોડીનારના પાણી દરવાજા મુખ્ય રોડ,બસ સ્ટેન્ડ વિસ્તાર સુગર ફેકટરી રોડ,હરિ ૐ ચોક સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. 

અત્રે ઉલ્લેખનીય છેકે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લી 24 કલાક થી વરસાદ વરસવાનું શરૂ થતાં રોડ રસ્તા અને ખેતરો પાણીથી તરબોળ થયા હતા આ વરસાદ થી ગરમી માં રાહત મળતા શહેરીજનો માં ખુશી છે જ્યારે ગીરના ખેડૂતોમાં વરસાદને લઈને આનંદ વ્યાપ્યો છે.હજુ વધુ વરસાદ થાય તો પણ કાંઈ વાંધો નથી.ખેતરોમાં ઉભેલી મોલાતને જીવત દાન મળ્યું છે.ગીરનો ખેડૂત આનંદિત છે. કોડીનાર તાલુકાના જીવા દોરી સમાન શિંગોડા ડેમ સાઇડ ઉપર આજે 38 મિલિમિટર વરસાદ પડતા ડેમ સાઈડ કુલ 141 મિલીમીટર વરસાદ નોંધાયો છે અને શિંગોડા ડેમમાં ત્રણ ફૂટ નવા પાણીની આવક થઈ છે

ઉપલેટા
ઉપલેટા શહેરમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 100 (4 ઈંચ) મી.મી. નોંધાયેલ છે. મોસમનો કુલ વરસાદ 150 મી.મી. નોંધાયેલ છે. જયારે તાલુકાના ગામડાઓમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 6 થી 8 ઈધ વરસદા વરસ્યો હોવાના સમાચાર મળી રહયા છે. તાલુકાના મોજ ડેમ ઉપર પણ વરસાદી વાતાવરણ સાથે હળવો વરસાદ હોવાનું જાણવા મળેલ છે. ડેમ ની કુલ સપાટી 44 ફુટની છે જે અત્યારે સમયે 30.80 ફુટનું (લેવલ) બતાવી રહી છે. તથા તાલુકાનો બીજો ડેમ વેણુ-2 ડેમ આજનો વરસાદ 35 મી.મી. મોસમનો કુલ વરસાદ 125 મી.મી. ડેમ સપાટી ટોટલ 54.16 ફુટ છે. તેમાથી હાલની પરિસ્થીતી 38. 75 થઈ ચુકી છે. આ જોતા આગામી 15 દિવસમાં જો વરસાદી માહોલ જળવાઈ રહેશે તો બન્ને ડેમ ઓવરફલો થશે પછી ની બાદ કરતાં અઢી મહીનાની હાલત શું થશે એ બાબત નોધનીય છે.

સાવરકુંડલા
તારીખ 1 જુલાઈ 2024 સોમવારના રોજ સાવરકુંડલામાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો સાવરકુંડલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં આજનો સારો એવો વરસાદ પડ્યો હતો અને ખેડૂતો પણ ખુશખુશાલ થયા હતા ઉલ્લેખનીય છેકે 3 જુલાઈ સુધી વરસાદની આગાહી છે તો તેના પગલે સાવરકુંડલા તથા ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ પડ્યો હતો.

ગીર ગઢડા પંથકમાં 2 ઇંચ 
નાઘેર પંથક માં ગત રાત્રી થી મેઘરાજા એ મુકામ કર્યો હોય અને ગતરાત્રીના ધીમીધારે વરસાદ શરૂ રહ્યા બાદ આજ સવાર થી મેઘાવી માહોલ વચ્ચે સાંજ સુધી માં ઉના ગીરગઢડા સહિત નાં ગ્રામ્ય વિસ્તાર જેવાકે દેલવાડા, સનખડા,ગાંગડા,મોઠા,આમોદ્રા, અંજાર સહિત તાલુકા માં 2 ઇંચ જેટલો વરસાદ વરસી જતા ખેડૂતો માં ખુશી જોવા મળી રહી છે.વરસાદ નાં આગમન થી લોકો ને ગરમી માંથી રાહત મળી જ્યારે દિવસ દરમ્યાન વરસાદી વાતાવરણ વચ્ચે જરમર વરસાદ વરસતો રહ્યો હતો.

મોરબી જિલ્લામાં: 1 થી 5 ઇંચ
મોરબી સહિત જિલ્લાના પાંચ તાલુકામાં છેલ્લી 24 કલાકમાં ખૂબ સારો વરસાદ થયો છે અને જિલ્લાના પાંચ પૈકીના ચાર તાલુકામાં અડધાથી લઈને સાડા પાંચ જેટલો વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ખાસ કરીને મોરબી શહેરની વાત કરીએ તો મોરબી નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના વર્ષો જૂના નિકાલોને ખુલ્લા કરવામાં આવ્યા ન હોવાથી દર વર્ષે જે વિસ્તારોમાં નજીવો વરસાદ પડે ત્યાં વરસાદી પાણી ભરાવાના પ્રશ્નો ઉભા થતા હોય છે ત્યાં આ વર્ષે પણ પ્રશ્નો ઊભા થયા હતા અને ખાસ કરીને રાતના 11 થી 1 વાગ્યાના સમયગાળા દરમિયાન મોરબી શહેરમાં ત્રણ જેટલો વરસાદ પડ્યો હતો જેથી કરીને અમુક વિસ્તારોમાં તો લોકોના ઘરની અંદર પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા.

મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાંથી જાણવા મળતી પ્રમાણે મોરબી જિલ્લાના પાંચ પૈકીના ચાર તાલુકામાં છેલ્લી 24 કલાકમાં ખૂબ સારો વરસાદ નોંધાયો છે જેમાં મોરબી તાલુકામાં સાડા પાંચ ઇંચ, ટંકારા તાલુકામાં ત્રણ ઇંચ, હળવદ તાલુકામાં અઢી ઇંચ અને વાંકાનેર તથા માળિયા તાલુકામાં અડધો-અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયેલ છે.

જોકે ધીમીધારે અને સમયાંતરે વરસાદ પડ્યો હોવાથી કોઈ જગ્યાએ મોટી દુર્ઘટના સર્જાયેલ નથી પરંતુ મોરબી શહેરની વાત કરીએ તો મોરબી શહેરની અંદર સાંજના છ થી આઠ અને રાત્રિના 11 થી 1 સુધીના સમયગાળામાં સાડા પાંચ જેટલો વરસાદ વરસી ગયો હતો જેથી કરીને મોરબીના વર્ષો જૂના જે વરસાદી પાણીના નિકાલ છે તેને પાલિકાની ટીમ ખુલ્લા કરાવી શકી નથી જેથી લોકોને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.

મોરબીના સનાળા રોડ, નગર દરવાજા ચોક, લાતી પ્લોટ, મહેન્દ્રપરા, માધાપરા, અરુણોદય નગર, લોહાનપરા વિસ્તાર સહિતના અને એવા વિસ્તારો કે જ્યાં દર વર્ષે ચોમાસામાં બે થી ત્રણ ઇંચ વરસાદ પડે એટલે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ જતો હોય છે અને લોકોના ઘર અને દુકાનમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા હોય છે આવી જ રીતે ગઈકાલે સાંજના છ થી રાતના એક વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન પડેલા સાડા પાંચ જેટલા વરસાદના કારણે લોકોના ઘરની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા હતા. જેથી કરીને તેઓની ઘરવખરીમાં પણ નુકસાની થઈ હતી જોકે રાત્રિ દરમિયાન ત્રણ જેટલો વરસાદ પડ્યો હોવાથી કેટલાક વિસ્તારોમાં વેપારીઓની દુકાનમાં પાણી ભરાયા હતા જેથી વેપારીઓની દુકાનમાં પણ નાના મોટી નુકસાની હોવાની માહિતીઓ સામે આવી રહી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj