કાળઝાળ મોંઘવારી, વાહનોના વધેલા ભાવ વચ્ચે જરૂરીયાત અને લકઝરી શોખના કારણે રાજકોટમાં અધધ 46810 વ્હીકલ વેંચાઇ ગયા

ઓટોમોબાઇલ માર્કેટમાં હિટવેવ : ચાલુ વર્ષમાં 134પ કરોડના વાહનોનું વેંચાણ

Business | Rajkot | 26 March, 2024 | 05:58 PM
991 કરોડની મોટરકાર વેંચાઇ : એક વર્ષમાં 34343 ટુ વ્હીલર, 9674 ફોર વ્હીલર લોકોએ છોડાવ્યા : ટેકસનો ટાર્ગેટ પાર કરીને ર9.પ6 કરોડની વ્હીકલ ટેકસની આવક મેળવતું કોર્પો.
સાંજ સમાચાર

રાજકોટ, તા. 26
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં વાહન વેંચાણની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. ચાર વર્ષમાં રાજકોટમાં વાહન વેંચાણમાં 50 ટકા જેટલો વધારો મનપાના ચોપડે નોંધાયો છે. તો છેલ્લા વર્ષોમાં વ્હીકલ ટેકસની આવક ડબલથી વધી જતા મનપાની તિજોરીને ફાયદો થયો છે. તો કિંમતની દ્રષ્ટિએ રાજકોટમાં ચાર વર્ષમાં વાહન વેંચાણ મૂલ્યમાં ડબલ થવા સાથે પાંચ દિવસ બાદ પૂરા થઇ રહેલા નાણાકીય વર્ષમાં 1345 કરોડના વાહનો  સેલ થયા છે.

ચાલુ 2023-24ના વર્ષમાં મનપાનો વાહન વેંચાણનો ટાર્ગેટ ર8 કરોડ હતું. જેને પાર કરીને મનપાની વ્હીકલ ટેકસની આવક ર9.પ6 કરોડ પર પહોંચી ગઇ છે અને વાહન વેંચાણ વેરાની આવક સતત વધતી જઇ રહી છે. 

ર0ર0-21ની વાત કરીએ તો આ નાણાકીય વર્ષમાં રાજકોટમાં 30386 વાહનોના વેંચાણ થતા કોર્પો.ને 12.05 કરોડની ટેકસની આવક થઇ હતી. રાજકોટમાં આ વર્ષે કુલ 696.60 કરોડના મૂલ્યના વાહનો વેંચાયા હતા. 2021-22માં 37254 વાહનો વેંચાતા 17.55 કરોડની વાહન કરની આવક થઇ હતી. આ વર્ષે 1032.09 કરોડના વાહનો વેંચાણ ઓટો મોબાઇલ શોરૂમ્સમાંથી થઇ હતી. આ જ રીતે ર022-23ના વર્ષમાં 1103.36 કરોડના 42019 વાહનો વેંચાયા હતા. જે સામે મનપાને વ્હીકલ ટેકસની 24.72 કરોડની આવક મળી હતી. 

દરમ્યાન તા.1-4-23થી શરૂ થયેલું નાણાકીય વર્ષ તા. 31-3-24ના રોજ પુરૂ થઇ રહ્યું છે. આજે તા.26 માર્ચ સુધીમાં રાજકોટમાં 46810 વાહનો વેંચાઇ ગયા છે. ચાર વર્ષમાં આ વધારો દોઢો અને એક વર્ષમાં 10 ટકાનો વધારો સૂચવે છે. મનપાને 28 કરોડના લક્ષ્યાંક સામે આજ સુધીમાં 29.56 કરોડની આવક થઇ ચૂકી છે. તો કિંમતમાં રાજકોટમાં આ નાણાકીય વર્ષમાં 1345.27 કરોડના વાહનો વેંચાઇ ચૂકયા છે. 

ટેકસ વિભાગે આપેલી વધુ વિગત નજર કરીએ તો આ વર્ષમાં કુલ 34343 ટુ વ્હીલરના વેંચાણ થયા છે. જેની કિંમત 296 કરોડ છે. જયારે સીએનજી, ડીઝલ, પેટ્રોલ સહિતના ફોર વ્હીલર વાહનના વેંચાણનો આંકડો આ વર્ષમાં  દસ હજાર નજીક એટલે કે 9678 પર આજ સુધીમાં પહોંચ્યો છે. આ સિવાયના વાહનોનું પણ ધુમ વેચાણ થયું છે. કારની કુલ કિંમત પર નજર કરીએ તો આ વર્ષમાં રાજકોટમાં 991 કરોડના ફોર વ્હીલર વાહનોનું વેંચાણ થયું છે. થ્રી વ્હીલર વાહનોના વેંચાણ પણ વધ્યા છે. 

આ રીતે આ વર્ષે રાજકોટમાં વાહન વેંચાણનો આંકડો પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. વધુ કારનું વેંચાણ લકઝરી શોખ અને સમૃધ્ધિનું પ્રમાણ દર્શાવે છે તો મોંઘવારીમાં જરૂરીયાતવાળા ટુ વ્હીલર લોકોએ ખરીદવાનું ચાલુ રાખ્યું છે. તે કારણે લોન બજાર પણ ગરમ રહે છે. એકંદરે આવી મોંઘવારીમાં વાહન વેંચાણનો વિકાસ અટકયો નથી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj