મોરબી જિલ્લા એલસીબીનો ચાર્જ એમ.પી. પંડ્યા અને તાલુકાનો ચાર્જ એન.આર.મકવાણાને સોંપાયો

Local | Morbi | 28 March, 2024 | 01:57 PM
સાંજ સમાચાર

 (જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. ર8
 

મોરબી તાલુકાના લાલપર ગામ પાસે સાન્વી ટ્રેડિંગ ગોડાઉનમાંથી પકડાયેલા દારૂ પ્રકરણની આ ઘટનાના પડઘા રૂપે રાજ્યના પોલીસ વડા દ્વારા મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. ત્યારબાદ જિલ્લા એલસીબીનો ચાર્જ એસઓજીના પીઆઇને તથા તાલુકા પોલીસ સ્ટેશનનો ચાર્જ જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇને સોપવામાં આવેલ છે

લાલપર ગામ પાસે ગોડાઉનમાંથી અમદાવાદના લીસ્ટ બુટલેગર જીમિત પટેલનો 1.51 કરોડ રૂપિયાની કિંમતનો દરૂનો જથ્થો પકડાયો જ હતો જેથી ચૂંટણી પંચના આદેશ મુજબ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલ તથા મોરબી તાલુકા પીઆઈ કે.એ. વાળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલમાં મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા જિલ્લા એસઓજીના પીઆઈ એમ.પી. પંડ્યાને ચાર્જ સોંપવામાં આવેલ છે આવી જ રીતે તાલુકા પોલીસ સ્ટેશનનો ચાર્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર. મકવાણાને સોંપવામાં આવ્યો છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj