સાંભળવાની તકલીફ ધરાવતા દર્દીઓ માટે બે દિવસીય નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન

Local | Rajkot | 28 March, 2024 | 03:59 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.28
 

ડિવાઈન રિહેબિલિટેશન સેન્ટર - રાજકોટ તથા એપેકસ હિયરીંગ એન્ડ સ્પીચ ક્લિનિક - વડોદરાના સંયુક્ત ઉપક્રમે ડિવાઈન રિહેબિલિટેશન સેન્ટર - રાજકોટ ખાતે તા. 30 ને શનિવારે તથા તા.31 ને રવિવારના રોજ સવારે 10 થી સાંજે 7 દરમિયાન સાંભળવાની તકલીફ ધરાવતા લોકો માટે નિ:શુલ્ક સાંભળવાની તપાસનો કેમ્પ રાખવામાં આવ્યો છે. 

આ કેમ્પમાં ઘોંઘાટમાં સાંભળવામાં તકલીફ, વાત કરતી વખતે વારંવાર પૂછવું પડવું, કાનમાં સીટી જેવો અવાજ આવવો, ટીવીનો અવાજ મોટો રાખવો, બાળકોમાં સાંભળવાની તકલીફ વગેરે જેવી તકલીફો માટે તપાસ કરવામાં આવશે. આ કેમ્પમાં સામાન્યથી લઈને બહારથી ન દેખાય તેવા અદ્યતન મશીન મળશે તથા જૂના મશીનના રિપ્લેસમેન્ટ પર ખાસ લાભ પણ આપવામાં આવશે. વધુ માહિતી માટે ડિવાઈન રિહેબિલિટેશન સેન્ટર, 13/3 જાગનાથ પ્લોટ, કાઠીયાવાડ જીમખાના પાછળ, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj