સુએજ પ્લાન્ટમાં ગેસ લીકેજથી જીવલેણ જોખમ

Local | Rajkot | 28 March, 2024 | 03:39 PM
મેન્ટેનન્સ એજન્સીઓ, કામદારો માટે ટ્રેનિંગ : સેફટી સાધનોનો ઉપયોગ અનિવાર્ય
સાંજ સમાચાર

રાજકોટ, તા. 28
 

સેફ્ટીના સાધનોના વપરાશ તથા કલોરીનેશન યુનિટનાં વપરાશ તથા લીકેજ સમયે લેવાતા પગલા વિષેની યોગ્ય એસઓપી અંગેની જાગૃતતા માટે મનપાના સુએજ ટ્રીટમેન્ટનાં ઓપરેશન અને મેઈન્ટેનન્સ સાથે સંકળાયેલા એજન્સીઓ તેમજ તેમના કામદારોને આ બાબતની જાણકારી મળે તથા સતર્કતા રહે તે હેતુથી સેફ્ટી ટ્રેનીંગ રાખવામાં આવી હતી.

વોટર સેલ (ડ્રેનેજ) હસ્તક 70 એમએલડી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગવરીદડ ખાતેનાં સ્ટાફ માટે સેફ્ટીના સાધનોના વપરાશ તથા સુએજ ટ્રીટમેન્ટ સાથે સંકળાયેલા ગેસ ક્લોરીન, હાઈડ્રોજન સલ્ફાઈડ, મિથેન, કાર્બન ડાયોક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડ જેવા ઝેરી વાયુ કે જે શ્વસન સંબંધીત સમસ્યાઓ સર્જી શકે છે તેમજ જીવલેણ સાબીત થઈ શકે છે. તેવી જ રીતે મિથેન વાયુની 5% સુધીની માત્રા જ્વલંતશીલ સાબીત થઈ શકે છે. જીવલેણ અકસ્માત સર્જી શકે છે. 

આ કામગીરી સાથે સંકળાયેલા કામદારો સાથે ભવિષ્યમાં આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સેફ્ટીના સાધનોનો યોગ્ય ઉપયોગ કરવાથી તથા સફાઈ કામગીરીની યોગ્ય એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર) અનુસરવાથી  જોખમ ઘટાડી શકાય છે. આ ટ્રેનિંગમાં સીટી ઇજનેર એ.એમ.મિત્રાના માર્ગદર્શન હેઠળ ના.કા.ઈ પી. એમકાસુન્દ્રા, મ.ઈ., આર.એલ રાઠોડ, અ.મ.ઇ. કે.કે.ચૌહાણ, કેમિસ્ટ કલ્પેશ વ્યાસ હાજર રહ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj