ભાવનગર ડિસ્ટ્રિકટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદે ભૂપત વ્યાસની વરણી

Local | Bhavnagar | 28 March, 2024 | 10:36 AM
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર,તા.28
 

ભાવનગ2 જિલ્લામાં વેપાર, ઉદ્યોગની સંસ્થા ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી કે જે 68 વર્ષથી કાર્ય કરી રહેલ છે જેના સભ્યો લવરર ઉપરાંત છે. આ સંસ્થાના વર્ષ -2024-26 માટેના હોદ્દેદારોની વરણી થઈ, જેમાં ભાવનગર પ્લાસ્ટિક એસો.ના પ્રમુખ ભૂપતભાઈ વ્યાસ તરીકે અને ઉપપ્રમુખ તરીકે ભાવનગર સોલ્ટ એન્ડ ઇન્ડસ્ટ્રી વર્કસના ચેતનભાઈ કામદાર નિયુક્ત થયા છે .

તથા 21 સભ્યની કારોબારી સમિતિની બિનહરીફ વરણી થઈ હતી. આ સંસ્થામાં ક્યારે પણ ચૂંટણી થઈ નથી. સૌ સાથે મળી નક્કી કરે છે. જે આજના બગડતા જતા માહોલમાં પ્રેરણા લઈ શીખવા જેવું છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બરની કારોબારી સમિતિમાં મહેન્દ્રભાઈ એસ. શાહ, રવીન્દ્રભાઇ ધેવરીઆ, દેવલભાઈ શાહ, મનસુખલાલ કામાણી, ધીરૂભાઇ સિદ્ધપુરા, પ્રતિકભાઇ સુરેજા, કે.બી. વામાવાળા, વૃંદાવનભાઈ જગડ, પરેશભાઈ હાસલિયા, ઉર્મિલભાઈ સિદ્ધપુરા સહિતના સભ્યોનો સમાવેશ થયેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj