રાજકોટમાં આ વર્ષે માર્ચના અંત પહેલા જ હિટવેવ જેવી ગરમી પડવા લાગી છે. વાહન ચાલકો ટોપી અને ચશ્મા પહેરેલા જોવા મળે છે, આ સંજોગોમાં રેસકોર્સ સહિતના સંકુલોમાં આવેલા બગીચા પણ બપોરે સુમસામ થવા લાગ્યા છે.
ભર તડકામાં લોકો ઝાડનો છાયો શોધીને વિસામો લે છે તો કબુતર જેવા પક્ષીઓ પણ તરસ છીપાવવા બપોરે પણ એકત્ર થઇ રહ્યા છે. જે હાથમાં આવે એ જળસ્ત્રોતમાંથી તડકામાં શ્રમજીવી માથુ ભીનુ કરીને ઠંડક મેળવવા પ્રયાસ કરે છે.
આ તડકાના કારણે ગાર્ડન અને રાજમાર્ગો કપરા તાપ વચ્ચે સુમસામ બને છે. તો ઉનાળામાં રક્ષણ આપતી ટોપીના વેંચાણમાં પણ વધારો થયો છે. ઉપરની તસ્વીરો આગામી હિટવેવનું ટ્રેલર હોય તેવી લાગી રહી છે. (તસ્વીર : દેવેન અમરેલીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy