પીપાવાવ પોર્ટ પાસે સિંહ પાછળ બાઇક દોડાવી પજવણી

Saurashtra | Amreli | 27 March, 2024 | 11:53 AM
જંગલના રાજાએ ત્રાડ પાડતા પજવણી કરનારાં ગાત્રો ઢીલા થઇ ગયા: બનાવ અંગેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ)

અમરેલી, તા.27

અમરેલી જિલ્લામાં વસતાં એશિયાટિક સિંહની પજવણી કરતાં શખસોનો વધુ એક વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થતાં વન્ય પ્રાણી પ્રેમીઓમાં રોષ ભભુકી ઉઠ્યો છે. જેને લઈ સિંહની પજવણી કરતાં પજવણીખોરોને ઝડપી લઇ કડક કાર્યવાહી કરવા માંગ ઉભી થવા પાણી છે.

આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ અમરેલી જિલ્લાના રાજુલાના પીપાવાવ પોર્ટ માર્ગ પર પસાર થઈ રહેલા સિંહની ત્યાંથી પસાર થતાં એક ડબલ સવારી બાઇક ચાલક દ્વારા સિંહની સામે શૂરવીરતા દર્શાવવી અને સિંહને પરેશાન કરવાના ઇરાદે સિંહ નજીક પૂરપાટ બાઇક ચલાવી બાઇક ચલાવી સિંહની કરાઈ પજવણી કરવામાં આવી હતી. 

પરંતુ આ કોઈ શ્વાન તો ના હોય અને જંગલના રાજાએ આ પજવણીખોરોની શાન ઠેકાણે લાવવા માટે થઈ બાઇક ચાલક પાછળ સિંહે રોડ ઉપર દોટ મુક્તા બાઇક ચાલકનો જીવ તાળવે ચોંટી ગયા હતા. તેમ છતાં પણ પજવણીખોરોએ બાઈક પાછળ દોડતા સિંહનો વીડિયો ઉતાર્યો હતો. જેને બાદમાં સોશ્યિલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

ત્યારે રાજુલા જાફરાબાદ પંથકમાં સિંહોની પજવણી કરતો વધુ એક વિડીયો આવ્યો સામે આવતાં સિંહોની સુરક્ષાની ગુલબાંગો ફેકતા વનતંત્રની ઘોર બેદરકારી સામે આવી હોય, સિંહ સામે બાઇક ચલાવનાર શખ્સોને ઝડપી પાડવા માંગ ઊઠવા પામેલ છે.

હજુ બે દિવસ પહેલાં જ એક સિંહણે સિક્યુરિટીગાર્ડ અને વન વિભાગના કર્મીઓ ઉપર હુમલો કરી ઘાયલ કરી દીધાની ઘટના બની હતી. જ્યારે રાજુલા જાફરાબાદ પંથકમાં સિંહો આક્રમક અને હુમલાખોર બનતા હોવાનું મુખ્ય કારણ સિંહોની પજવણી હોવાનુ સિંહપ્રેમીઓનું અનુમાન છે તેમ છતાં બાદ પણ વન વિભાગ દ્વારા કોઈ પગલાં ના લેતાં અને ભારે રોષ ઊભો થયો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj