નવા ટ્રેન્ડમાં દર્દીઓ પર કોઇ જોખમ નથી પણ શરદી-ઉધરસની અસરમાં હજારો લોકો આવી ગયા..

રાજકોટમાં પણ સ્વાઇન ફલુનો ફફડાટ : આરોગ્ય શાખાને દોડાવતા કમિશ્નર

Saurashtra | Rajkot | 29 March, 2024 | 04:16 PM
ખાનગી હોસ્પિટલો અને લેબોરેટરીમાંથી રીપોર્ટ મેળવો : વોર્ડ-વિસ્તાર સુધીનો અભ્યાસ કરો : સત્તાવાર આંકડા જાહેર કરવાનું બંધ છતાં અનેક દવાખાનામાં દર્દીઓ સારવાર હેઠળ..
સાંજ સમાચાર

રાજકોટ, તા. 29
સમગ્ર રાજયમાં આ વર્ષે સ્વાઇન ફલુના કેસ એકાએક વધ્યા છે ત્યારે રાજયમાં છેલ્લા ત્રણ મહિનામાં સાડા છસ્સો કેસ નોંધાયાની વિગતો બહાર આવી છે. આ પૈકી અમદાવાદ સહિતના શહેરમાં 15 દર્દીના મૃત્યુ પણ થયા હતા. તો હવે આ કેસના સત્તાવાર આંકડા રાજય સરકારથી માંડી મહાપાલિકાઓ જાહેર કરતી નથી ત્યારે રાજકોટ શહેરમાં પણ સ્વાઇન ફલુના અનેક કેસ છેલ્લા ત્રણ મહિનામાં નોંધાયાની વિગત જાણવા મળી છે. 

મનપાના આરોગ્ય કેન્દ્રોમાં છેલ્લા છ મહિનાથી શરદી-ઉધરસના દર્દીઓ ઘટતા નથી. તેમાં સ્વાઇન ફલુના સીધા નિદાન નોંધાતા નથી. પરંતુ લાંબા દિવસો સુધી શરદી-ઉધરસ રહેતા હોય તેવા દર્દીઓને દવાઓનો ખાસ કોર્સ કરાવવામાં આવે છે.

તો રાજકોટની કેટલીક ખાનગી અને જાણીતી હોસ્પિટલમાં સ્વાઇન ફલુના અનેક દર્દીઓ સારવાર હેઠળ હોવાની વિગતો બહાર આવતા કમિશ્નર આનંદ પટેલે આરોગ્ય વિભાગને એલર્ટ કરી આ સ્થિતિનો અભ્યાસ કરીને રીપોર્ટ આપવા સૂચના આપી છે. જરૂર પડયે લોકોને માર્ગદર્શન આપવા અને વોર્ડ કક્ષાના રીપોર્ટ બનાવવા પણ  કહ્યું છે. 

આ વર્ષે ચોમાસુ વીતી જવા છતાં સીઝનલ રોગચાળાના દર્દીઓમાં કોઇ ઘટાડો થતો નથી. સામાન્ય રીતે આટલો તડકો અને તાપ શરૂ થાય એટલે સીઝનલ રોગચાળો કાબુમાં આવે છે. પરંતુ મનપાના આરોગ્ય કેન્દ્રો, સરકારી હોસ્પિટલ, ખાનગી દવાખાનાઓમાં શરદી-ઉધરસના દર્દીઓની લાઇન લાગે છે. ખાનગી લેબોરેટરીમાં નિદાન માટે પણ રોજ સેંકડો દર્દી રીફર કરવામાં આવે છે.

ડોકટર સુત્રો કહે છે કે, આ શરદી-ઉધરસની નોંધ એ, બી અને સી પ્રકારે  કરવામાં આવે છે. એ માં સામાન્ય દવા આપવામાં આવે છે પરંતુ લાંબા દિવસો સુધી અસર રહે તો બી પ્રકારનો કેસ ગણી સ્વાઇન ફલુની દવાનો કોર્સ આપવામાં આવે છે. ભારે સી પ્રકારના કેસમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડે છે. 

સરકારે સ્વાઇન ફલુને પણ હવે અન્ય ફલુની સાથે જોડયો છે. આથી તેની અલગ નોંધ કરીને વિગત જાહેર કરવામાં આવતી નથી તે મનપાના આરોગ્ય સુત્રો કહે છે. છતાં અમદાવાદ સહિતના શહેરોમાં વધુ ચિંતા છે તે હકીકત છે. કોરોનાની છેલ્લી લહેરમાં લોકોને માત્ર સામાન્ય તાવ, શરદી, ઉધરસ થતા હતા તેવી જ હળવી સ્થિતિ સ્વાઇન ફલુમાં છે. રાજકોટમાં કોઇ પણ પ્રકારની જોખમી સ્થિતિ નથી. છતાં મનપા ખાનગી દવાખાના અને લેબોરેટરીના રીપોર્ટ પરથી  લોકોને માર્ગદર્શિત કરે તે જરૂરી લાગી રહ્યું છે. 

આ અંગે કમિશ્નર આનંદ પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ખાનગી દવાખાનામાં પણ કેસ વધ્યા હોય તો તેની વિગત આ હોસ્પિટલ અને લેબોરેટરીમાંથી લેવા સૂચના આપવામાં આવી છે. ઝોન અને વોર્ડ કક્ષાની સ્થિતિનો રીપોર્ટ આપવા આરોગ્ય અધિકારીને જણાવવામાં આવ્યું છે. કોઇ ગંભીર સ્થિતિ નથી પરંતુ શરદી-ઉધરસના કેસ ઘટતા નથી તે હકીકત છે. આથી જો આ નવો ટ્રેન્ડ હોય તો તેના પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. 

કયા ઝોન, વોર્ડની સાથે કયા વિસ્તારમાં વધુ કેસ છે તેનો રીપોર્ટ તૈયાર કરીને જે વિસ્તારમાં વધુ જરૂર હોય ત્યાં  સઘન કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે. 

બીજી તરફ રાજકોટમાં સ્વાઇન ફલુની સ્થિતિ કેવી છે તે ખાનગી દવાખાનાઓમાંથી જ જાણવા મળી શકે તેમ છે. કારણ કે એકાદ બે હોસ્પિટલમાં અલગ વોર્ડ પણ ઉભા કરવામાં આવ્યા છે. મનપા કમ સે કમ લોકો જાગૃત થાય તે માટે સત્ય હકીકત અને માર્ગદર્શન જાહેર કરે એ અનિવાર્ય બન્યું છે.

પોણા ત્રણ મહિનામાં શરદી ઉધરસના 14032 દર્દીઓ
નવી સીઝનમાં ખુબ લાંબી ચાલતી સારવાર
રાજકોટ, તા. 29

રાજકોટમાં ભારે તાપમાન પણ સીઝનલ શરદી-ઉધરસના દર્દીઓના કેસ ઘટયા નથી. આ માટે સ્વાઇન ફલુનો વાયરસ પણ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. 
શહેરમાં છેલ્લા ઘણા મહિનાથી શરદી-ઉધરસના સાપ્તાહિક કેસ ચાર આંકડામાં જ રહે છે.

એક વખત આ કેસ 1600 ઉપર પહોંચ્યા હતા. ચાલુ 2024ના વર્ષની વાત કરીએ તો પોણા ત્રણ મહિનામાં શરદી-ઉધરસના કુલ 14032 દર્દી ચોપડે ચડયા છે. આ સમયમાં તાવના 2008 અને ઝાડા-ઉલ્ટીના 2673 કેસ નોંધાયા છે. શરદી- ઉધરસના દર્દીઓની દવા આ વખતે ખુબ લાંબી પણ ચાલી રહી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj