જામનગર તા.29
જામનગર જિલ્લામાં વધી રહેલાં દારૂના દૂષણ વચ્ચે ધ્રોલ પોલીસે ધ્રોલ શહેરમાંથી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે ધ્રોલ શહેરમાં દરોડો પાડી રહેણાંક મકાનમાંથી 35 નંગ ઇંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે ધ્રોલ પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર, જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં ગાયત્રીનગર ખાતે રહેતાં અને ડ્રાઇવીંગનો ધંધો કરતો છગનભાઇ ઉર્ફે ભુરો વિહારભાઇ બાંભવા (ઉ.વ.32) નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે દારૂનો વેપલો કરતો હોવાની બાતમી મળી હતી. આ ચોક્કસ બાતમીના આધારે સ્થાનિક પોલીસે આ જગ્યાએ છાપો માર્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ રૂા.17500ની કિંમતની 35 નંગ બોટલ દારૂના જથ્થ સાથે છગનભાઇ ઉર્ફે ભુરાને પકડી પાડ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન ભુરાએ આ દારૂ વાંકાનેરમાં રહેતાં કિશનભાઇ પાસેથી આ દારૂનો જથ્થો લીધો હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે કિશનભાઇને ફરાર જાહેર કરી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કાર્યવાહી ધ્રોલ પોલીસ મથકના પીએસઆ પી.જી.પનારા તથા હેડ કોન્સ્ટેબલ આર.કે.મકવાણા, કોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજા, રઘુવિરસિંહ જાડેજા, કિશોરભાઇ ડાભી, નાગજીભાઇ ગમારા તથા જતીનભાઇ ગોગરા દ્વારા કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy