પાટડીનાં અખીયાણા ગામે ઝઘડામાં વચ્ચે પડતા ઉશ્કેરાયેલા લોકોનો લોખંડના પાઇપથી હુમલો

Local | Surendaranagar | 28 March, 2024 | 01:23 PM
બે મહિલા સહિત 9 લોકો સામે પોલીસ ફરિયાદ
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 28
પાટડી તાલુકાના અખીયાણા ગામે ઝગડામાં વચ્ચે પડતા ઉશ્કેરાયેલા લોકોનો લોખંડના પાઇપ સહિતના સાધનો વડે હુમલો કરતા બે મહિલાઓ સહિત કુલ 9 લોકો સામે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પટડી તાલુકાના અખીયાણા ગામે રહેતા કૈલાશભાઇ નરશીભાઈ મકવાણાએ અખીયાણા ગામના હસમુખભાઈ જાદુભાઈ, વિજયભાઈ ડાયાભાઇ, દીપકભાઈ કનાભાઇ, રાજુભાઈ દલાભાઈ, કનાભાઇ દલાભાઈ, ડાયાભાઇ લઘરાભાઈ, હરિભાઈ અમરાભાઇ, મધુબેન કમાભાઈ અને ભારતીબેન હસમુખભાઈ મળી કુલ 9 લોકો સામે બજાણા પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ અખીયાણા ગામે રહેતા કૈલાશભાઇ નરશીભાઈ મકવાણા સહિતના લોકો આ આરોપીઓને ઝગડો ન કરવા સમજાવવા જતા એમણે ઉશ્કેરાઈ જઈને હાથમાંથી લોખંડની પાઇપ કૈલાશભાઇ નરશીભાઈ મકવાણાના માથામાં મારી ઈજાઓ કરી અને ધોકા વડે હિચકારો હુમલો કરવાની સાથે આરોપી મધુબેન કમાભાઈ અને ભારતીબેન હસમુખભાઈએ પથ્થરના છુટા ઘા કરી સાહેદ મધુબેન ગોપાલભાઈને ઈજાઓ કરવાની સાથે ગેરકાયદેસર મંડળી રચી કૈલાશભાઇ નરશીભાઈ મકવાણા સહિતના લોકોને ઈજાઓ પહોંચાડતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે આ બનાવ અંગે અખીયાણા ગામે રહેતા કૈલાશભાઇ નરશીભાઈ મકવાણાએ અખીયાણા ગામની બે મહિલાઓ સહિત કુલ 9 લોકો સામે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના સાવન મનસુખભાઇ કણઝરીયા ચલાવી રહ્યાં છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj