જૂનાગઢ, તા.28
જૂનાગઢની મહિલાએ લાયસન્સવાળુ હથિયાર મઢડાના સાધુને સાચવવા આપેલ બાદ સાધુએ હથિયાર પરત ન આપી ખોવાઇ ગયાનું જણાવતા મહિલાએ સાધુ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.
જુનાગઢ અંબિકા ચોક વિસ્તારમાં એકલી રહેતી ગંગાબેન ઉર્ફે ગીતાબેન રાઠોડ પાસે લાયસન્સવાળી રિવોલ્વર ગત તા.1-1-2024ના કેશોદના મઢડા ગામે મંદિરે દર્શન કરતી વખતે પૂજારી રોહિતગીરીને હથિયાર મંદિરમાં લઇ જવું ઉચ્ચીત નથી લાવો હું તમારુ હથિયાર સાચવું છું ચિંતા ન કરતા તેમ કહી હથિયાર લઇ લીધેલ.
ગંગાબેન ઉર્ફે ગીતાબેન સોનલ માતાજીના દર્શન કરી પરત આવ્યા ત્યાં સુધીમાં રોહિતગીરી હથિયાર લઇને જતો રહ્યો હતો આ દરમ્યાન ગંગાબેનની તબીયત ખરાબ થતાં તેઓ મંદિરમાં સૂઇ ગયેલ અને બીજા દિવસે તા.2-1-2024ના અમદાવાદ જવાનું હોય તેથી તે નીકળી ગયા હતા.
સારંગપુર બરવાડા આશ્રમે ગયા હતા ત્યાં ફરી તબીયત ખરાબ થતાં ફોન બંધ કરી દીધો હતો. તા.7-1-2024ના સવારે પૂજારી રોહિતગીરીએ ગંગાબેન ઉર્ફે ગીતાબેનને ફોન કરીને કહેલું કે ‘તમારું હથિયાર ખોવાઇ ગયું છે’ તેવી વાત કરી હતી ત્યારબાદ ગંગાબેન તથા તેના ગુરૂ કિશોર નાનજી પટેલ મઢડા આવી તપાસ કરી પરંતુ હથિયાર મળ્યું ન હતું જેથી ગઇકાલે ગંગાબેન ઉર્ફે ગીતાબેન રાઠોડે મઢડા ભીમનાથ મંદિરના પૂજારી રોહિતગીરી સામે સાચવવા આપેલ રીવોલ્વર પરત ન આપી છેતરપીંડી-વિશ્ર્વાસઘાતની ફરિયાદ કેશોદ પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy