મંગળવારે સ્વ.અભયભાઈ ભારદ્વાજનાં જન્મદિને પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ

Local | Rajkot | 29 March, 2024 | 04:48 PM
પરશુરામ યુવા સંસ્થાન દ્વારા સતત ચોથા વર્ષે આયોજન: સંતો, મહંતો, રાજકિય ક્ષેત્રનાં આગેવાનોની ઉપસ્થિતિ : પાંચ પ્રતિભાઓનું એવોર્ડ એનાયત
સાંજ સમાચાર

રાજકોટ,તા.29

પરશુરામ યુવા સંસ્થાન રાજકોટના ઉપક્રમે આગામી તા.02/04/2024નો મંગળવારનાં રોજ કાલાવડ રોડ રાજકોટ ખાતેનાં બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સંસ્થા સ્વામીનારાયણ મંદિર ખાતે સંસ્થાના આદ્યસ્થાપક અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસે પરશુરામ એવોર્ડ અર્પણ રાજયસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજે વર્ષ 1989માં પરશુરામ યુવા સંસ્થાનની બુનીયાદ નાંખી ભારતવર્ષમાં સૌપ્રથમ પરશુરામ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા અભયભાઈ દ્વારા ઉના ખાતેથી પ્રારંભ કરવામાં આવી બ્રહ્મપતિભાઓ કે જેમનું સમાજમાં વિશિષ્ટ અને મુઠી ઉચેરૂ યોગદાન હોય, એવા વ્યકિત વિશેષ એવા બ્રહ્મ કર્મયોગીઓને સન્માન વડે વિભુષિત કરવાની પરંપરા અભયભાઈનો વિચારથી શરૂ કરવામાં આવી હતી.

અભયભાઈના કૈલાશ પ્રયાણ બાદ આ પરંપરાને કાર્યરત રાખવા છેલ્લા ત્રણ વર્ષથી પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનું આયોજીત કરે છે. પ્રતિવર્ષથી અભયભાઈના જન્મદિવસ નિમિતે પાંચ બ્રહ્મ-કર્મયોગીઓને પરશુરામ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ વર્ષે પણ તા.02/04/2024ના અભયભાઈના જન્મદિવસ નિમિતે બ્રહ્મસમાજમાં પોતાનું વિશીષ્ઠ યોગદાન આપનાર પાંચ ભૂદેવ પ્રતિભાવંત મનેશભાઈ માદડા, સાંઈરામ દવે, ડો.રાજેન્દ્ર ત્રિવેદી, વિભાવરીબેન દવે, જગદીશભાઈ આચાર્યનું એવોર્ડ એનાયત કરવામાં આવશે.

સમારોહનું દીપ પ્રાગ્ટય પૂ.બહ્મતીર્થ સ્વામી, કોઠારી સ્વામી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, રાજકોટના વરદહસ્તેથી કરવામાં આવશે.ત્યારબાદ પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનો પ્રારંભ થશે.ગુજરાત રાજયના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, અતિથી વિશેષ પૂ.અપુર્વમુની સ્વામી અને ભાગવતાચાર્ય પૂ. ચૈતન્યશંભુ મહારાજ પુજય જેન્તિરામ બાપા (સંત પુરણ ધામ ધુનડા) પૂ.ઘનશ્યામજી મહારાજ (ભુવનેશ્ર્વરી પીઠ ગોંડલ) અને પૂ.પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહમાં રામભાઈ મોકરીયા સાંસદ લોકસભા, ઉદયભાઈ કાનગડ -ધારાસભ્ય, રમેશભાઈ ટીલાળા-ધારાસભ્ય, અને શ્રીમતી દર્શિતાબેન શાહ -ધારાસભ્ય ઉપસ્થિત રહેશે.સમારોહમાં વિશેષ આમંત્રિત તરીકે છેલભાઈ જોષી (બ્રહ્મ અગ્રણી સૌરાષ્ટ્ર-કચ્છ) નિતિનભાઈ ભારદ્વાજ (પ્રદેશ ભાજપ અને બ્રહ્મ અગ્રણી અને શ્રી પંકજભાઈ ભટ્ટ (મ્યુઝિક ડાયરેકટર) ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમના પ્રારંભમાં હાસ્ય કલાકાર કપીલભાઈ જોષી હાસ્ય રસ પીરસશે ત્યારબાદ લોકગાયકો તુષાર ભાઈ ત્રિવેદી, ઉર્વશીબેન પંડયા, તથા ચૈતાલીબેન છાયાં પોતાના બ્રહ્મગૌસ્વ ઉજાગર કરતાગીતોની પ્રસ્તૃતિ કરશે.

જે મહાનુભાવોને પરશુરામ એવોર્ડ 2024 એનાયત થનાર છે તેવા મનેશભાઈ માદેકા મનેશભાઈ એક બ્રાહ્મણ ઉદ્યોગપતિ તરીકે શુન્યમાંથી સર્જન કર્યુ છે તેમ કહી શકાય કેમ કે ફકત નજીવી મુડીથી ઉત્તરોત્તર પ્રગતિ કરીને તેઓ આધુનિક રોલેકસ રીંગ ઉદ્યોગની સ્થાપના કરી શકયા તેમની કુશળતા અને દીર્ઘ દ્રષ્ટી સુચવે છે. 

સાંઈરામ દવે :-
હાસ્ય અને લોક સાહિત્ય ક્ષેત્રે શ્રી સાંઈરામ દવેનું નામ ખુબ જ સન્માનપુર્વક લેવાય છે. તેઓ અત્યંત લોકપ્રિય છે તેમણે બ્રાહ્મણ પરીવારોના સવાંગી રીતે વિકસીત કરવામાં પોતાનું આર્થિક પ્રદાન આપ્યું છું.હાસ્ય કલાકાર અને શિક્ષણવિદ તરીકે તેમનું નામ અગ્રસ્થાને લેવાય છે. ગુજરાતની પ્રજાના દિલમાં દેશપ્રેમની ભાવના જગાવવા પ્રસંશનીય કાર્ય કર્યુ છે.બ્રહ્મસમાજ અને સમાજના દરેક વર્ગ માટે તન મન અને ધનથી સેવા કરેલ છે.

ડો.રાજેન્દ્રભાઈ ત્રિવેદી:-
ડો.રાજેન્દ્રભાઈ ત્રિવેદી ફકત રાજકોટના નહી પરંતુ પુરા ગુજરાત રાજયમાં નિષ્ણાંત ન્યુરો સર્જન તરીકે પ્રસિદ્ધ છે. તેઓના તબિબી જ્ઞાનથી અનેક લોકોને નવું જીવન મળ્યું છે. તબિબી વ્યવસાયના માધ્યમને સેવા અને માનવતાનું માધ્યમ બનાવી તેઓએ બ્રાહ્મ પરીવારની અને સમગ્ર સમાજની અવિરત સેવા કરી છે.

શ્રીમતિ વિભાવરીબેન દવે:-
શ્રીમતિ વિભાવરીબેન દવે સમગ્ર બ્રહ્મસમાજમાં એક ઝળકતું નારી રત્ન છે. સામાજીક રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રે વૈવિધ્યપુર્ણ કાર્ય કરેલું છે. ભારતીય જનતા પાર્ટીમાં ભાવનગર મુકામે અનેક વખત સુગઠનના વિવિધ પદો ઉપર રહ્યા છે. કોપોરેટર તરીકે ભાવનગરમાં સફળ કામગીરી પ્રથમ મહિલા મેયર તરીકે પસંદગી મેળવી હતી.તેઓ સતત ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય પદે ચુંટાતા રહ્યા છે.

જગદીશભાઈ આચાર્ય:-
બ્રાહ્મણ પરીવારમાં જન્મ લઈ જગદીશભાઈ આચાર્ય એ સૌરાષ્ટ્રમાં એક પીઢ પત્રકાર, કટાર લેખક અને રાજકીય વિશ્લેપક તરીકે જે પ્રસિદ્ધી પ્રાપ્ત કરી તે પુરા બ્રાહ્મણ સમાજ માટે ગૌરવપ્રદ બાબત છે.શ્રી અભયભાઈના જન્મદિવસ નિમિતે અનેક નામી અગ્રણીઓ સમાજના વિવિધ ક્ષેત્રના નેતાઓ, કાર્યકરો બહોળી સંખ્યામાં સૌરાષ્ટ્ર ભરમાંથી ઉપસ્થિત રહેવાના છે. પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ-2024 સંસ્થાના સ્થાપક અભયભાઈના પુત્ર અંશ અભયભાઈ ભારદ્વાજ તેમજ તેમની ઓફિસ ટીમ અને નિરંજનભાઈ દવે જયેશભાઈ ભટ્ટ, અતુલભાઈ જોષી, કુણાલભાઈ દવે, ભાવિનભાઈ શુકલ, નિલેષભાઈ ભટ્ટ, મિહિરભાઈ શુકલ અમિતભાઈ જોષી વિ,સમારોહને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. 

સ્નેહભર્યુ આમંત્રણ, આગામી મંગળવારે સ્વ.અભયભાઈ ભારદ્વાજના જન્મદિને યોજાનાર પરશુરામ એવોર્ડ સમારોહનું નિમંત્રણ આપવા ‘સાંજ સમાચાર‘ કોર્પોરેટર હાઉસ પધારેલા અંશભાઈ ભારદ્વાજ, નિરંજનભાઈ દવે, જયેશભાઈ ભટ્ટ, અતુલભાઈ જોષી, કુણાલ દવે, ભાવિનભાઈ શુકલ, નિલેષભાઈ ભટ્ટ, મિહિરભાઈ શુકલ, અમિતભાઈ જોષી, સાંજ સમાચાર યુવા એકિઝકયુટિવ કરણ શાહને નિમંત્રણ આપતા તસ્વીરમાં નજરે પડે છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj