જામનગરના લાલપુર બાયપાસ પાસેથી પસાર થતી સલાયા, મથુરા આઈઓસી પાઈપલાઈનમાં લીકેજના સંદેશાથી ભારે દોડધામ મચી ગઈ હતી. ખાનગી કંપની અને ફાયર બ્રિગેડની ટુકડીએ દોડી જઈ લીકેજ અટકાવ્યું હતું. આ સમગ્ર કવાયત મોકડ્રીલ જાહેર થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. જામનગર નજીક લાલપુર બાયપાસ પરથી પસાર થતી આઈઓસીની સલાયા-મથુરા પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હોવાના સંદેશાથી આઈઓસીની ટીમ જરૂરી સાધનો સાથે દોડી આવી હતી. ત્યાં પાઈપલાઈનમાં થઈ રહેલા લીકેજને અટકાવવાની કામગીરી શરૂ કરવા માટે ટીમ દ્વારા ફાયરબ્રિગેડનો સહકાર માગવામાં આવતા જામનગરથી ફાયરબ્રિગેડની ટૂકડી પણ ધસી ગઈ હતી. ત્યારપછી શરૂ કરાયેલી કામગીરી દરમિયાન આ કાર્યવાહી તંત્રોની સતર્કતા ચકાસવા માટે મોકડ્રીલ હોવાનું તંત્રવાહકોએ જાહેર કર્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy