♦ ઈ-ચલણથી બચવા વાહન ચાલકો નંબર પ્લેટમાં છેડછાડ કરી હેલ્મેટ પહેર્યા વગર આંટા મારતા પકડાયા
રાજકોટ,તા.28
જો તમે છેકછોક અને ખોટી નંબર પ્લેટ વાહનમાં લગાડી નિકળો છો તો ચેતી જાજો, કેમ, કે શહેર પોલીસ હવે એકશન મોડમાં આવી આરટીઓ માન્ય નંબર પ્લેટમાં છેડછાડ કરતાં વાહન ચાલક સામે બિનજમીન લાયક ફોજદારી ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગઈકાલે ડિસીપી ઝોન-2 સુધીર દેસાઈ, યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એન.આઈ.રાઠોડ અને પોલીસના સ્ટાફે પંચાનગર ચોકમાં વાહન ચેકીંગની ડ્રાઈવ ગોઠવી નંબર પ્લેટમાં છેડછાડ અને ખોટી નંબર પ્લેટ લગાવી નિકળેલા 10 વાહન ચાલકો સામે આઈપીસી 465, 471 સહીતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
જેમાં યુનિવર્સિટી રોડ પર સારસ એપાર્ટમેન્ટમાં રહેતા દુશ્યંત ગોવિંદ કાલરીયા, જીવરાજ પાર્કમાં નચીકેતા સ્કૂલ પાસે રહેતાં ભાવિન રસીક વેગડ, વાજડીગામમાં રહેતાં વિશ્વજીતસિંહ ભીખુભા સોલંકી કોઠારીયા સોલ્વન્ટમાં રહેતાં પ્રભાત કાનજી પરમાર વાંકાનેરના કોટડાનાયાણીના શૈલેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ભકિતનગર સર્કલ પાસે જલારામ ચોકમાં રહેતાં હિરેન ચંદુ પાથર, યુનિવર્સિટી રોડ પર 66 કે.વી.પાછળ યોગીનગર-4માં રહેતાં અભી જીતેન્દ્ર ડઢાણીયા ભકિતનગર સર્કલ પાસે રહેતા ઉત્સવ પિયુષ નિમાવત, નિલીસીટી સંજય વાટીકામાં રહેતા રાજેશ બાલુ ચૌહાણ અને શિલ્પન ઓનેક્ષની સામે અનંતા વિવંતામાં રહેતાં હર્ષ નિતીન વાછાણી સામે ગુનો નોેંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વાહન ચાલકોને નિયમ પાળવા જરૂરી છે
ટ્રાફીક નિયમોનું પાલન કરવુ તેમજ આર.ટી.ઓ.દ્વારા ફાળવવામાં આવેલ માન્ય રજીસ્ટ્રેશન નંબર પ્લેટ રાખવી તેમજ ટ્રાફીક દંડથી બચવા નંબર પ્લેટ તોડી તેની સાથે કોઈ છેડછાડ ન કરવી તેમજ નંબર ઉપર સ્ટીકર કે અન્ય કલર કરી છેડછાડ ન કરવી તેમજ આ ટ્રાફીક ડ્રાઈવ આગામી દિવસોમાં પણ સતત અને સખત ચાલુ રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy