ભક્તિનગર પોલીસે મૌલિક ભગલાણી ધરપકડ કરી

જીટીપીએલનું રિચાર્જ કરાવી લ્યો: કહીં પૂર્વ કર્મીએ વેપારી, કારખાનેદાર સહિત ત્રણ સાથે છેતરપીંડી કરી

Local | Rajkot | 29 March, 2024 | 05:00 PM
વિરાણી આઘાટમાં વિપુલભાઈ રાદડિયાના કારખાનામાં નોકરી કરતા હરેશ કતબા, બાપુનગર અલંગ હાઉસ ગોડાઉનના રહિલ ફુંફાડ અને જંગલેશ્વર ભવાની ચોકના ફિરોઝખાન પઠાણએ ફરિયાદ નોંધાવી
સાંજ સમાચાર

♦ આરોપી મૌલિક ભગલાણી અગાઉ જીટીપીએલમાં કામ કરતો ત્યારે ત્રણેક વર્ષ પહેલાં હકાલપટ્ટી થયેલી, જે પછી જુદા-જુદા ગ્રાહકોનો સંપર્ક કરી ઠગાઈ કરતો

રાજકોટ,તા.29
 

જીટીપીએલનું રીચાજે કરાવી આપવાનું કહી પુર્વ કર્મચારીએ વેપારી કારખાનેદાર સહીત ત્રણ લોકો સાથે છેતરપીંડી આચરતાં ભકિતનગર પોલીસે ગુનોનોંધી આરોપી મૌલીક ભગલાળીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ અંગે ફીરોજબાન લતીફ ખાન પઠાણી (રહે. જંગલેશ્ર્વર કિતીધામ સોસાયટી) નામના કર્મચારીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મૌલીક જગદિશ ભગલાણીનું નામ આપતા ભકિત નગર પોલીસે આઈપીસી 419, 420, 465, 467, 468, 471 સહીતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે તે કારખાનામાં ઓપરેટર તરીકે કામ કરે છે.

તેમને સંતાનમાં બે  પુત્ર છે. જેમાંથી એક કોમ્પ્યુટર એન્જીનિયર અને એક પુત્ર બિસીઓનો અભ્યાસ કરતો હોય જેથી ઈન્ટરનેટની જરૂરીયાત હોય અને અગાઉ જીટીપીએલનું કનેકશન નખાવેલ ત્યારે જીટીપીએલમાં કામ કરતાં મોલીક ભગલાણીના સંપર્ક નંબર તેમની પાસે હોય જેથી તેમા સંપર્ક કરતા તે ભવાની ચોકમાં મળેલ અને જણાવેલ કે રૂ।663 ગુગલપે કરી આપો જેથી 80 એનબીસીએસનો પ્લાન શરૂ થઈ શકે તેમને વોટસએપમાં જીટીપીએલ બ્રોન્ડબેન્ડ પ્રા.લી.ના એકાઉન્ટનં મોકલતા તેમને રૂ।363 ટ્રાન્સફર કરી આપ્યા હતાં.

બાદમાં તેમને જીટીપીએલની પહોંચ મોકલેલ હતી. ચાર-પાંચ દિવસ કનેકશન શરૂ ન થતા આરોપીને ફોન કરતાં જણાવેલ કે નવો સ્ટાફ છે અને ડ્રાઈવજી રાઉટર, મળતા નથી તેમ કહી બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી દેતા ફરીયાદી સાથે ફોડ થવાની જાણ થઈ હતી.ઉપરાંત ખોડીયાર સોસાયટીમાં રહેતાં હરેશભાઈ હંસરાજભાઈ કતબા (ઉ.વ.44) એપણ  ફરીયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે તેઓને તે જયાં કામ કરે છે. તે કારખાનામાં સીસીટીવી માટે ઈન્ટરનેટની જરૂરીયાત હોય જેથી જીટીપીએલના કનેકશનનું રીચાર્થ કરાવવામાં હરઝીયાન ગઈ તા.7-3ના તેઓને ફોન આવેલ અને જણાવેલ કે હું જીટીપીએલ માંથી મૌલીક વાત કરૂ છુ તમારૂ રીચાર્જ પુરૂ થાય છેતો તેના રીચાર્જ કરવા કયારે આવું કહેતાં તેમને કારખાને બોલાવ્યા હતાં. અને 100 એનબીપીએસના પ્લાનના રૂ।999 તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા બાદ આરોપીએ ફોન ઉપાડવાનું બંધ કરી દેતાં તેઓ છેતરાયા હોવાની જાણ થઈ હતી.

તેમજ નિલકંઠ પાર્ક ટીવી માર્ગ-4માં રહેતા શહીલભાઈ સસીદભાઈ દુંદાડ (ઉ.વ.21)ને પણ મૌલીકે છેતરપીંડીનો ભોગ બનાવ્યા હતાં. રાહીલે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે તે બાપુનગર ચોકમાં અલંગ હાઉસ નામે વેપાર કરે છે અને તેના ગોડાઉનમાં કેનેરા હોય અને ટીવી માટે ઈન્ટરનેટની જરૂરીયાત રીચાર્જ કરાવવા માટે મૌલીકનો સંપર્ક કરતાં તેને જીટીપીએલના પ્લાન્ટના રૂ.12726 ઓનલાઈન મેળવી બાદમાં પહોંચ બાદમાં મોકલી આપી તેમ કહ્યું હતું.અને બાદમાં ફોન ઉપાડી લેવાનું બંધ કરી દિધો હતો દરમિયાન જીટીપીએલમાંથી રીચાર્જ કરવા માટે ફોન આવતાં તેઓને મૌલીક વિશે વાત કરતાં જાણવા મળેલ કે આરોપી મૌલીકને કંપનીએ ઘણા દિવસથી કાઢી મુકેલ છે. અને પોતાની સાથે છેતરપીંડી થવાની જાણ થઈ હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી ભકિતનગર પોલીસે ત્રણ ગુનાનોંધી પીઆઈએન એમ સરવૈયા અને ટીમે આરોપી મૌલીક ધરપકડ કરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj