રાજકોટ, તા.12
ઉપલેટાના ચિખલીયા ગામે તલવાર, પાઈપથી હુમલો થતા ત્રણ લોકો ઘવાયા હતા. મસ્જિદે ઈદની નમાઝ પઢવા ગયા ત્યારે બાઈક અથડાવવા બાબતે બોલાચાલી થઈ હતી. ઉપલેટાના ઈમરાન મડમે રિયાજ દલ, તેના પિતા રજાક, માતા હસીનાબેન અને જૂનાગઢના ફારૂક સામે ગુનો નોંધાયો હતો.
ઈમરાન હનિફ મડમ (ઉ.વ.32 ધંધો, રહે. ઉપલેટા, પાટણવાવ રોડ, સ્ટાર રેસીડન્સી)એ ફરિયાદમાં જણાવ્યું કે, મારે પોતાનો ટ્રક હોય જે ચલાવી મારું તથા મારા પરિવારનું ગુજરાન ચલાવું છુ. મારે સંતાનમાં એક દિકરો તથા એક દિકરી છે. તા.11/4ના રોજ હું તથા મારા મમ્મી કુલશમબેન તથા મારા મામા યુનિસભાઈ ઇબ્રાહિમભાઇ નારેજા એમ ત્રણેય મારુ મોટરસાયકલ લઇ ચિખલીયા ગામે રહેતા મારા મામા અલ્તાફભાઈ નારેજાના ઘરે ઈદનો તહેવાર હોય જેથી ઇદ મુબારક કરવા માટે ગયેલ હતા અને ત્યા મારા મારા અલ્તાફાભાઇની દુકાને તે હાજર હોય જેથી બધા ત્યાં દુકાને બહાર બેઠેલ હતા.
ઇબ્રાહિમભાઇએ વાત કરેલ કે તેઓ સવારના મસ્જીદે નમાજ પઢવા ગયા ત્યારે તેનું બાઈક રિયાજ રજાજભાઈ દલ સાથે અથડાયું હતું અને રિયાજ સાથે બોલા ચાલી થઈ હતી.
જે પછી અમે બેઠા હતા ત્યારે રિયાજ તથા તેનો સંબંધી ફારુક જુનાગઢ વાળો ત્યા આવેલ. રિયાજના હાથમાં તલવાર હતી. તે અલ્તાફભાઈને મારવા જતા હું વચ્ચે પડેલ. મને માથાના ભાગે તલવાર મારી દિધેલ. મારા માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું.
આ દરમિયાન રિયાજ, ફારુક, રિયાજના પપ્પા રજાકભાઈ, મમ્મી હસીનાબેન સહિતના મારા મમ્મી કુલસુમબેન, મામા અલ્તાફભાઈ, યુનિસભાઈ એમ બધાને પાઈપ અને ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા. દેકારો થતા પાડોશી અનિશભાઈ સલીમભાઈ દલ આવેલ અને તેઓ તેની ફોરવ્હીલ લઇને અમને ઇજાગ્રસ્ત લોકોને ઉપલેટા ક્રિષ્ના હોસ્પિટલમાં સારવારમાં ખસેડ્યા હતા. પોલીસે ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવા તજવીજ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy