અમરેલી જિલ્લામાં આર્થિક ભીંસથી કંટાળી બે યુવાનોના આપઘાત

Local | Amreli | 28 March, 2024 | 12:10 PM
અમરેલી,બાબરામાં જુગારની રેઈડમાં પાંચ મહિલા સહિત 4 ઝડપાયા
સાંજ સમાચાર

 

(મિલાપ રૂપારેલ દ્વારા)અમરેલી,તા.28
 

જાફરાબાદ ગામે રહેતા વિપુલભાઇ દિનેશભાઇ બારૈયા નામનાં 31 વર્ષિય યુવકની આર્થિક પરિસ્થિતિ સારી નહી હોવાથી તા. ર6 ના રોજ જાફરાબાદ તાલુકા શાળાની પાછળના મેદાનમાં પોતે પોતાની મેળે ગળાફાંસો ખાઇ લેતાં તેમનું મોત નિપજયું હતું. સાવરકુંડલા ગામે રાધેશ્યામ સોસાયટીમાં રહેતા  મુકેશભાઇ મેઘદાસ સોલંકી નામનાં 3પ વર્ષિય યુવક કાંઇ કામ ધંધો કરતા ન હોય અને ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય. જેથી કંટાળી જઇ તા. રપ ના રાત્રે 11 વાગ્યે સાવરકુંડલા ગામે હાથસણી રોડ ઉપર આવેલ આસોપાલવ સોસાયટીના અવેડા પાસે પોતે પોતાની મેળે ફોસ્ફાઇડ નામની અનાજમાં નાખવાની ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન તેમનું મોત નિપજયું હતું.
 

સાવરકુંડલાનાં બગડા વાસમાં રહેતા 40 વર્ષિય યુવકે ઝેરી દવા ગટગટાવી
 

સાવરકુંડલા ગામે બગડા વાસમાં રહેતા દિલીપભાઈ ગાંગજીભાઈ બગડા નામનાં 40 વર્ષિય યુવકે તા. ર6 ના બપોરે 1 વાગ્યાના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની મેળે અનાજમાં નાખવાની ઝેરી દવા પી જતા તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
 

જુગાર

બાબરા ગામે રહેતા ક્રિષ્નાબેન ઉર્ફે કીલુબેન જીતુભાઇ જંજવાડીયા, સવીતાબેન ધીરૂભાઇ પીલુકીયા (રહે. નવાણીયા), શારદાબેન ગોવીંદભાઇ કડેવાળ, ભારતીબેન શાંતીભાઇ કડેવાળ (રહે. બન્ને  બાબરા) તથાભારતીબેન નરેશભાઇ રાઠોડ (રહે. મોટા લીલીયા) સહિત પાંચેય મહિલાઓ બાબરા ગામે  જાહેરમાં તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા હોય. સ્થાનિક પોલીસે દરોડો પાડી રોકડ રકમ રૂપિયા 1ર,170 તથા જુગાર લગત મુદ્ામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલીમાં રહેતા તનવીર ઉર્ફે તન્નુ હનીફભાઇ નગરીયા, રસુલખાન મહોબતખાન પઠાણ, શબ્બીર ઉર્ફે શબો મહેબુબભાઈ ચૌેહાણ તથા અસલમભાઈ મયુદ્રીનભાઈ મલેક જેલ રોડ, સુધી સોસાયટી, નદી કાંઠે જાહેરમાં જુગાર રમતા હોય તે અંગે સ્થાનિક પોલીસને બાતમી મળતાં દરોડો પાડી રોકડ રકમ રૂપિયા 11,ર10 સાથે મળી આવેલ હોય, ઝડપાયેલા તમામ ઇસમો સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj