જૂનાગઢનાં કાળવા ચોકમાં પ્લાસ્ટીક પીસમાં પાન મસાલા વેચતા 30 વેપારીઓ દંડાયા: ફફડાટ

Local | Junagadh | 28 March, 2024 | 02:16 PM
માર્કેટ યાર્ડમાં શાકભાજીના ધંધાર્થી પાસે પ્રતિબંધક પ્લાસ્ટીક જપ્ત
સાંજ સમાચાર

જૂનાગઢ, તા.28
 

જૂનાગઢ મનપા દ્વારા ગઇકાલે આઝાદ ચોકથી કાળવા ચોક વચ્ચે આવેલ પાન-બીડીની દુકાનોમાં ચેકીંગ કરતા પ્લાસ્ટીકના પાન પીસમાં પાન મસાલા વહેંચતા 30 વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીના વેપારીઓ પાસેથી ઝબલા કબ્જે કર્યા હતા.

જૂનાગઢ મનપા દ્વારા 120 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટીકના ઝબલાના ઉપયોગ અંગે ચેકીંગ કરવામાં આવેલ જેમાં આઝાદ ચોકથી કાળવા ચોક વચ્ચે આવતી દુકાનોમાં ચેકીંગ કરતા પ્લાસ્ટીકમાં પાન મસાલાનું વેંચાણ કરતા 60 વેપારીઓને 600 થી 300 રૂપિયાનો દંડ ફટકારી પ્લાસ્ટીક કબ્જે કર્યા હતા. ઉપરાંત જુનાગઢ માર્કેટીંગ યાર્ડમાં શાકભાજી  માર્કેટ યાર્ડમાંથી પ્લાસ્ટીકના ઝબલા કબ્જે કર્યા હતા અને 4500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
મનપા દ્વારા વિવિધ પાન-મસાલા બનાવે તેવી હાલત થવા પામી છે અને પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. વેફર-બિસ્કીટ, ઠંડાપીણાની બોટલોના ઉત્પાદકો સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવશે તેમ અંતમાં જણાવ્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj