વર્ષમાં 7641 લગ્ન નોંધણી : નવયુગલોને વર્ષોથી ત્રણ માળ ચડવાની સજા

Local | Rajkot | 28 March, 2024 | 04:39 PM
નાગરિક સુવિધાના કામો માટે બનાવાયેલા સિવિક સેન્ટરમાં વ્યવસ્થા કરવાની વાતો માત્ર કાગળ પર : આધાર કેન્દ્ર જેવી જ હાલત : સ્માર્ટ વ્યવસ્થા કયારે થશે?
સાંજ સમાચાર

રાજકોટ, તા. 28
 

2023-24ના નાણાકીય વર્ષમાં રાજકોટ મહાપાલિકામાં 7641 જેટલા યુગલોએ લગ્ન નોંધણી કરાવી છે. તે અંતર્ગત મહાપાલિકાના જન્મ-મરણ વિભાગને નોંધણી ફીની પાંચ લાખની આવક પણ થઇ છે. 

છેલ્લા વર્ષોમાં લગ્ન નોંધણી માટેનો કાયદો હવે ફરજિયાત બન્યો છે. લગ્ન બાદ જુદા જુદા સરકારી કામોમાં મેરેજ રજીસ્ટે્રશન સર્ટીફીકેટ અનિવાર્ય બન્યું છે. ભવિષ્ય માટે તે સલામતીરૂપ પણ છે. આમ તો મનપાની આરોગ્ય શાખામાં લગ્ન નોંધણી વિભાગમાં ગીર્દી કયારેય ઘટતી નથી. આધાર કેન્દ્રની જેમ જન્મ-મરણ વિભાગના વિસ્તૃતિકરણ અને સેટઅપમાં વધારો કરી લોકોનો સમય બચાવવાની જરૂર છે.

પરંતુ આધાર કેન્દ્ર અને લગ્ન નોંધણી વિભાગમાં ગીર્દીનો સતત વિકાસ થઇ રહ્યો છે. જે રીતે સિવિક સેન્ટરમાં હેલ્પડેસ્ક ચાલુ કરવામાં આવ્યા છે તે રીતે આ બંને વિભાગમાં પણ કાયમી વ્યવસ્થાની જરૂર છે. પરંતુ આવી નાની નાની વાતમાં મોટા અધિકારીઓ અને પદાધિકારીઓ રસ લેતા ન હોય તે કારણે જ યુગલોએ વકીલો તથા એજન્ટોના સહારે જવું પડે છે. 

પુરા થઇ રહેલા નાણાકીય વર્ષની વાત કરીએ તો એપ્રિલ-2023થી માર્ચ ર0ર4 સુધીમાં રાજકોટ મનપાની આરોગ્ય શાખામાં કુલ 7641 લગ્ન નોંધણી થઇ છે. આ પેટે કોર્પો.ને નોંધણી ફીની રૂા. પાંચ લાખની આવક થઇ છે. લગ્ન રજીસ્ટ્રેશન માટે અનેક વખત અરજદારોને બેસવાની જગ્યા પણ હોતી નથી. આ ફોર્મ ભરવા, જન્મ-મરણના દાખલામાં સુધારા કરવા જેવી રોજિંદી કામગીરી માટે આવતા અરજદારોનું કામ સિવિક સેન્ટરની જેમ ગ્રાઉન્ડ ફલોર પર જ થઇ શકે તેના બદલે વર્ષોથી ત્રીજા માળે ચાલી રહ્યું છે. નાગરિકોને સિવિક સેન્ટરમાંથી જ કામ પુરા થઇ જવા જોઇએ તે વાત લગ્ન નોંધણી વિભાગમાં ભુલી જવામાં આવે છે.

લગ્ન નોંધણી પ્રમાણપત્ર એક કાનુની દસ્તાવેજ જેવું સર્ટીફીકેટ છે. તેમાં ચોકસાઇ અનિવાર્ય છે. પરંતુ અમુક વખત નવયુગલોને પુરાવાના પણ પુરાવા માંગીને હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ કોર્પોરેટરો સુધી પહોંચે છે. કમ સે કમ લોકોને ત્રણ માળ ચડવાની કસરતમાંથી મુકિત અપાવવાની જરૂર છે. આ કામ અને સરળ વ્યવસ્થા આચારસંહિતામાં પણ થઇ શકે તેમ છે. વર્ષો પહેલા તો લગ્ન નોંધણી ફોર્મની કાર્યવાહી વોર્ડવાઇઝ કરી દેવાની મોટી મોટી વાતો થઇ હતી.  જે સ્માર્ટ વાતો પણ હવામાં જ રહી ગઇ છે!

કયા માસમાં કેટલા

રજીસ્ટ્રેશન થયા

માસ નોંધણી

એપ્રિલ 811

મે 782

જુન 743

જુલાઇ 695

ઓગષ્ટ 640

સપ્ટેમ્બર 392

ઓકટોબર 412

નવેમ્બર 326

ડિસેમ્બર 662

જાન્યુઆરી 686

ફેબ્રુઆરી 740

માર્ચ 752

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj