(મિલાપ રૂપારેલ) અમરેલી, તા. 28
શાળા-આરોગ્ય રાષ્ટ્રીયબાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 0 થી 18 વર્ષ સુધીના બાળકોની વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે.
શાળા-આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અને શહેરી વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટર અમરેલી - 01 નાં સહયોગ થી મહિલા વિકાસ ગૃહ ખાતે નિદાન
કેમ્પનુંં આયોજન. આ નિદાન કેમ્પમાં મહિલા વિકાસ ગૃહના પ8 બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોના વજન, યંચાઈ, એચ.બી.કરવામાં આવેલ અને ઓછા એચ.બી.વાળા બાળકોને સ્થળ પણ સારવાર તથા વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવેલ.
આ કેમ્પને સફળ બનાવવા આર.બી.એસ.કે. ટીમ ના ડો. વસીમ ભટટી, ડો. સુનેહરા કુરેશી, ફાર્મા. સોલંકી ઉર્વશી, તથાા અર્બન હેલ્થ સે્રન્ટર 01 અમરેલી ના મેડીકલ ઓફીસર ડો. ઉત્સવ ગોહીલ, અને કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવેલ હતી.
જેમા મહિલા વિકાસ ગૃહ દ્વારા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જોષી સાહેબ, આર.સી.એચ. ઓ.ડો. અલ્પેશ સાલવી, ટી.એચ.ઓ. ડો. રાજીવકુમાર, શાળા આરોગ્ય યુનીટ ના એમ.કે.બગડા, બી.કે.સનીશ્વરા, તેમજ ડી.ઈ.આઈ.સી. વિભાગ -સિવિલના નરેન્દ્રનાથ તથા શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ-સ્વાસ્થ્ય કાર્યક્રમ નો આભાર માનેલ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy