કાનાલુસમાંથી બંદુક ઝડપાઇ

Local | Jamnagar | 29 March, 2024 | 03:36 PM
સાંજ સમાચાર

જામનગર તા.29

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં પતરા કોલોની નજીકથી ચોક્કસ બાતમીના આધારે એસઓજી  પોલીસે જામનગરના એક શખ્સને ગેરકાયદેે હાથ બનાવટની બંદુક સાથે ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આ હથિયાર સપ્લાય કરનાર જામનગરના અન્ય એક શખ્સની સંડોવણી ખુલતા પોલીસે તેને ફરાર જાહેર કરી પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ કેસની જાણવા મળતી વિગત અનુસાર જામનગરમાં ન્યુ ડેન્ટલ કોલેજ સામે, શક્તિ માઁના મંદિરની બાજુમાં રહેતાં શાહરૂખખાન ઉર્ફે શારકો હબીબખાન પઠાણ (ઉ.વ.30) નામનો શખ્સ લાલપુર તાલુકાના કાનાલુસમાં લેબર કોલોની નજીક આવેલી પતરા કોલોની પાસે ગેરકાયદે બંદુક સાથે નિકળ્યો  હતો. જે અંગે એસઓજી પોલીસને બાતમી મળી હતી.

આ બાતમીના આધારે એસઓજી પોલીસે વોચ ગોઠવી આ શખ્સને અટકાવી તલાશી લેતાં તેના કબ્જામાંથી રૂા.5000ની કિંમતની એક દેશી હાથ બનાવટની લોખંડની ગેરકાદેસર રિવોલ્વર મળી આવી હતી જેને લઇને પોલીસ પૂછપરછ કરતા આ બંદુક જામનગરમાં કાલાવડ નાકા બહાર, હાપા રોડ, વસીલા મીલ વાળી શેરીમાં રહેતાં અસગરખાન કાસમખાન પઠાણ પાસેથી લીધી હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે અસગરખાનને ફરાર જાહેર કરી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj