ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા

આરોપીને ઝડપી લેતી ગાંધીધામ એલ.સી.બી.

Local | Kutch | 28 March, 2024 | 12:12 PM
સાંજ સમાચાર

(ગની કુંભાર) ભચાઉ તા.28
 આગામી લોકસભા ચુંટણી-2024 અનુસંધાને પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ, ગાંધીધામ તરફથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના આધારે ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એન.એન. ચુડાસમા એલસીબીની આગેવાનીમાં એલસીબી ટીમ નાસતા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી.

દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે અંજાર પોલીસ સ્ટેશનનાં ઘરફોડ ચોરીના ગુના કામે છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

જેમાં રાજેશ કાનજીભાઈ કોલી (ઉ.21 રહે. રેલવે પાટા પાસે મચ્છુનગર ગાંધીધામ મુળ રહે. સોમાણીવાંઢ કીડીયાનગર તા.રાપર)નામનો આરોપી ઝડપાયો છે. આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એન.એન. ચુડાસમા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj