મોરબી : જિલ્લા ચૂંટણી અધિકારીએ લીધી ઇવીએમ સ્ટ્રોંગ રૂમ અને મતદાન મથકની મુલાકાત

Local | Morbi | 29 March, 2024 | 02:12 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.29
 

આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે મોરબીના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી.ઝવેરી દ્વારા ઇવીએમ સ્ટ્રોંગ રૂમ અને મતદાન મથકની મુલાકાત કરવામાં આવી હતી. 

કે.બી.ઝવેરીએ વાંકાનેર વિધાનસભા બેઠકના ઇવીએમ સ્ટ્રોંગ રૂમ તથા રીસિવિંગ ડિસ્પેચ સેન્ટરની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોરબીની વાંકાનેરના નવા ઢુંવા ગામે મતદાન મથકની મુલાકાત કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.મતદાન મથક અને ઇવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતે કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ સૂચનાઓની ચુસ્ત અમલવારી થઈ શકે તે અન્વયે સંબધિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાને લઈને પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યાં હતાં. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj