બાબરામાં ડો.બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મજયંતી નિમિતે સૈનિકો સહિતના આગેવાનોની મિટિંગ યોજાઈ

Local | Amreli | 28 March, 2024 | 12:07 PM
14 એપ્રિલના રોજ વિશાળ રેલી તાલુકાના ગામોમાં ફરશે
સાંજ સમાચાર

બાબરા,તા.28
ભરત દેશના બંધારણના શિલ્પી, કરોડો પદ દલિત, એસ.સી.એસ. ટી.ઓબીસી અને મહિલાઓના મુક્તિ દાતા, દેશના તમામ નાગરિકોને અભિવ્યક્તિની આઝાદી અપાવનાર એવા ડો.બાબાસાહેબ આંબેડકરની 133 જન્મ જયંતી ધામધૂમ થી ઉજવવા માટેની એક અગત્યની મિટિંગ બાબરા તાલુકાના આગેવાનો અને ડો. બાબાસાહેબે 99 વરસ પહેલાં સ્થાપેલ સમતા સૈનિક દલ તતમ ના સૈનિકો પદાધિકારીઓ ની એક અગત્યની મિટિંગ મધુવન પાર્ક કરિયાણા રોડ બાબરા ખાતે યોજાઇ હતી.

આ મિટિંગ માં 14 એપ્રિલ 24 ના રોજ બાબરા થી એક વિશાળ રેલી બાબરા તાલુકાના જુદા જુદા ગામોએ ફેરવવાનું નક્કી કરવામાં આવ્યું. આ રેલી માં બાબાસાહેબના રથ સાથે સમતા સૈનિક દલ ના સૈનિકો તાલુકાના આગેવાનો યુવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં ફોર વ્હીલ ટુ વ્હીલ સાથે જોડાશે. તાલુકાના દૂર દૂરના ગામોએ આ રેલી ફેરવવાનું નક્કી કરવામાં આવ્યું.

રેલી દરમ્યાન રૂટ માં આવતા ગામોએ જ્યાં બાબાસાહેબ ની પ્રતિમા હોય ફોટો હોય ત્યાં સમતા સૈનિક દલ તતમ ના સૈનિકો દ્વારા પરેડ કરી સલામી આપવામાં આવશે. તમામ ગામોએ આ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

બાબરા તાલુકો જ નહિ પૂરો દેશ અને દુનિયાના ઘણા દેશોમાં ડો.બાબાસાહેબની જન્મ જયંતી ઉજવવામાં આવે છે.આ દિવસને ઉજવવા માટે આ મિટિંગમાં આહવાન કરવામાં આવ્યું.આ મિટિંગ માં ખૂબ મોટી સંખ્યામાં બાબરા તાલુકાના આગેવાનો સમાજ શ્રેષ્ટી ઓ સમાજ ચિંતકો જોડાયા હતા. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj