ટી-20 વર્લ્ડકપ જીત: ટીમ ઈન્ડિયા પર વારી ગયા બોલિવૂડના સ્ટાર્સ

India, Entertainment | 02 July, 2024 | 05:15 PM
અમિતાભ બચ્ચને ભાવુક થઈ લખ્યું: વહેતા આંસુ.... વર્લ્ડ ચેમ્પિયન ઈન્ડિયા: ખુશી શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો: અજય દેવગન: ટીમ ઈન્ડિયાને અભિનંદન: સલમાનખાન: રણવીરસિંહે વિરાટ-રોહિતના વખાણ કર્યા: વિરાટની પત્ની એકટ્રેસ અનુષ્કાએ સુંદર મેસેજ લખ્યો
સાંજ સમાચાર

મુંબઈ: ભારતે ટી-20 વર્લ્ડકપ જીતીને ઈતિહાસ રચી દીધો છે. દરમિયાન અનેક રેકોર્ડસ તૂટતા જોવા મળ્યા. ભારતની જીતને લઈને પૂરા દેશમાં ખુશીનો માહોલ છે ત્યારે બોલીવુડ પણ ઈન્ડિયા ક્રિકેટ ટીમ પર વારી ગયું છે.

અમિતાભ બચ્ચન થયા ભાવુક: અમિતાભે સોશિયલ મીડીયા પર લખ્યું- વહેતા આંસુ...એ આંસુઓની સાથે જે ટીમ ઈન્ડિયા વહાવે છે.... વર્લ્ડ ચેમ્પીયન ઈન્ડિયા... એકસાઈટમેન્ટ, ઈમોશન્સ અને આશંકા... ટીવી ન જોયું.... જયારે જોઉં છું તો ટીમ હારી જાય છે. મગજમાં કંઈ નથી આવતું. માત્ર ટીમના આંસુઓની સાથે આંસુ (હરખના). વરુણ ધવને પણ લખ્યું- શું ટીમ છે, શું પર્ફોર્મન્સ છે. રોહિત દરેકે દરેક મેચમાં આગળ રહીને નેતૃત્વ કરે છે.

મારી ખુશી જાહેર કરવા શબ્દો નથી: અજય દેવગન: ટીમ ઈન્ડિયાની જીત પર લખ્યું- મારી ખુશી વ્યક્ત નથી કરી શકતો. અભિનંદનની ટીમ ઈન્ડિયા, આપે ઈતિહાસ રચી દીધો. સલમાનખાને એક પોસ્ટ શેર કરીને લખ્યું- ટીમ ઈન્ડિયાને અભિનંદન. કાર્તિક આર્યને લખ્યું- ટીમ ઈન્ડિયા, જેણે સરેન્ડર કરવાનો ઈન્કાર કર્યો,

આજે વર્લ્ડકપ નહીં, દિલ જીતી લીધું હંમેશને માટે. રણવીરસિંહે રોહિત-વિરાટના વખાણ કર્યા: ક્રિકેટર વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ ટી.20 વિશ્ર્વકપની બહેતરીન જીત મેળવી. આ જીત બાદ કોહલીએ આંતરરાષ્ટ્રીય ટી.20 મેચમાંથી સન્યાસની જાહેરાત કરી હતી. રણવીરસિંહે સોશિયલ મીડીયા પર લખ્યું- ‘ધી કિંગે એન્કરને હરાવી દીધો. એક અવિશ્ર્વસનીય કેરિયર બાદ સન્યાસ લેવાની આ કઈ રીત છે વિરાટ કોહલી?

અનુષ્કાનો વિરાટ માટે સુંદર સંદેશ: અનુષ્કાએ હૃદયસ્પર્શી સંદેશો શેર કર્યો છે. જેમાં ક્રિકેટરના ખભા પર તિરંગો અને હાથમાં ટ્રોફી પકડેલી તસ્વીર છે. અનુષ્કાએ લખ્યું- અને હું આ વ્યક્તિને પ્રેમ કરું છું. હવે આ જીતની ઉજવણી માટે જાઓ, મારા માટે એક સ્પાર્ક લિંગ વોટર લઈને આવે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj