રાજુલા,તા.28
ચૌત્રા ગામે ખોવાયેલ બાળકોને રાજુલા પોલીસ ટીમ શોધી પરિવારજનો સાથે મીલન કરાવ્યું હતું.ચૌત્રા ગામેથી પરપાંતીય મજુરના બાળકો ચૌત્રા ગામના દિલુભાઇ ભાભલુભાઇ બોરીચાની વાડીએથી દિલુભાઇ ભાભલુભાઇના ઘરે ગામમાં દુધ લેવા માટે ગયેલ હોય. અને ત્યારબાદ બે-અઢી કલાક થવા છતાં બાળકો ઘરે પરત આવેલ ન હોય.
જેથી બાળકોના માતા-પીતા બાળકો બાબતે શોધખોળ કરતાં મળી આવેલ ન હોય જેથી બાળકના માતા-પીતાએ તુર્તજ રાજુલા પોલીસને જાણ કરતા રાજુલા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ આઈ.જે.ગીંડા દ્રારા તાત્કાલીક ધોરણે પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તથા ગામ રક્ષકદળ તેમજ વનરક્ષક ટીમ દ્રારા પો.ઇન્સની જરૂરી સુચના તેમજ માગદર્શન હેઠળ ચૌત્રા ગામની સીમમાં અલગ-અલગ દિશામાં બાળકોની શોધખોળ કરી ગણતરીની કલાકોમાં ગુમ થયેલ ત્રણેય બાળકોને શોધી કાઢી તેમના માતા-પિતાને સોપી આપી સારી કામગીરી કરવામાં આવેલ છે. -
ગુમ થયેલ બાળકોની વિગત.સોહમ ચક્રૂભાઇ શીંગાડીયા ઉ.વ.10, ભારત ચક્રૂભાઇ શીંગાડીયા ઉ.વ.07,રેશમા ચક્રૂભાઇ શીંગાડીયા ઉ.વ.12 રહે.તમામ પરપ્રાંતીય હોવાનું અને રમતા-રમતા સીમ વિસ્તારમાં ભુલા પડી ગયા હતા.જેને શોધી પરિવારજનોને સોપતા સૌ રાજી થયા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy