વિસાવદર મામલતદાર કચેરીમાં ચૂંટણી સંદર્ભે જામીન આપવા લોકોનો ધસારો : કર્મચારીઓ એક કલાકની રિસેસમા !

Local | Junagadh | 27 March, 2024 | 11:17 AM
સાંજ સમાચાર

વિસાવદર,તા.27
 

વિસાવદર મામલતદાર કચેરી ભ્રષ્ટાચારનો અડો બની ગયેલ હોય તે રીતે આ જ પ્રિમાઇસીસમાં નોકરી કરતા અન્ય વિભાગના કર્મચારી દ્વારા મામલતદાર કચેરીમાં રજૂ કરવામાં આવતા ચૂંટણી સદર્ભના જામીન રજૂ કરવા માટે કાયદેસર રીતે વકીલોની ઓફિસોમાં જઈ જામીનના તથા પોલીસના કાગળો મેળવી રૂપિયા ઉધરાવાઇ  રહિયા હોય વિસાવદર શહેર તથા તાલુકાની જનતામાં રોષ ફાટી નીકળ્યો છે 

આ બાબતે મામલતદાર સાથે ટેલીફોનીક વાતચીત કરતાતે ચકા નામનો કર્મચારી અમારી કચેરીનો નથી અને હું રૂપિયા 50 માં મોઢું નાખું તેવો નથી તેમ મામલતદારે જણાવેલ અને ત્યારબાદ બપોરનો સમય થતા આ કર્મચારી પોતાના ટેબલનું કામ મૂકી કચેરીના ઉપરના માળે જમવા તથા આરામ કરવા જતાં રહેલ જે કર્મચારી ત્રણ વાગ્યા સુધી એક કલાક ની રિસેસમાં ગયેલ આ બાબતે ફરીથી મામલતદારને મોબાઈલ ઉપર જાણ કરતા હું સૂચના આપું છું તેવો જવાબ આપેલ ત્યારબાદ દસ્તાવેજ વાળા જામીન ન ચાલે 

હું આવા જામીન સ્વીકારતો નથી તેમ કહી આરોપીને જૂનાગઢ જેલમાં વોરન્ટ ભરી મોકલી આપવા માટે ધમકાવેલ ત્યારબાદ અન્ય કેસમાં આવા જામીન ચલાવતા હોય જેથી જામીન સ્વીકારવાના થતા ન હોય તો હુકમ કરી આપવા જણાવતા આખરે મામલતદાર ની મદયસ્થિતિ આખરે વકીલોના ટોળા ભેગા થતા કર્મચારી ઘુંટણીયે પડી ગયેલા હતા.અને જામીન ન સ્વીકારવાંની ધમકી આપનારે જામીન સ્વીકારવા પડ્યા હતા...

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj