મહેંદી અને હેરસ્ટાઇલ મારફત મતદાન જાગૃતિનો સંદેશ

Local | Rajkot | 28 March, 2024 | 04:35 PM
લોકશાહી પર્વનો થનગનાટ : નિબંધ, રંગોળી, ચિત્ર સ્પર્ધામાં ક્રિએટીવીટી દેખાડતું યુવાધન
સાંજ સમાચાર

રાજકોટ, તા. 28 
ભારતીય સંસ્કૃતિમાં જેમ લગ્ન પ્રસંગે મહિલાઓમાં મહેંદી રસમ ખુબજ લોકપ્રિય હોય છે, પ્રસંગને દિપાવવા શૃંગાર એ મહિલાઓનો પ્રિય શોખ છે, ત્યારે વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં આગામી દિવસોમાં જયારે લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે આ મહા પર્વને ઉજવવા શાળા કોલેજની છાત્રાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.   

જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે. મૂછારનાં માર્ગદર્શન હેઠળ સ્વીપના નોડલ ઓફિસર જિજ્ઞાસા ગઢવી દ્વારા સ્વીપ કામગીરી અંર્તગત મતદાન જાગૃતિ અંગે રોજબરોજ અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને યુવા છાત્રો મતદાન માટે પ્રેરાય તે માટે શાળા-કોલેજોમાં વિવિધ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ હોંશભેર જોડાઈ રહ્યા છે.

સ્વીપના નોડલ ઓફિસર જિજ્ઞાસા ગઢવીના જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લાની માતુશ્રી એમ.એમ. પટેલ ક્ધયા છાત્રાલય ખાતે મહેંદી અને હેર સ્ટાઈલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીનિઓએ કલાત્મક ડિઝાઇન સાથે મતદાન અંગેના વિવિધ સ્લોગન ચિતરાવી જનજાગૃતિની ખુશ્બુ ફેલાવી છે.

જયારે મઝહર કન્યા વિદ્યાલય ખાતે ‘મતદાન એ જ મહાદાન’, ‘ચૂંટણીના આધાર સ્થંભો વગેરે વિષયક નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. થોરાળા વિસ્તારની સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યાલય ખાતે રંગોળી સ્પર્ધા,માસુમ વિદ્યાલય ખાતે ચિત્ર સ્પર્ધાના આયોજન કરવામાં આવ્યા હતાં. 

આ ઉપરાંત વકૃત્વ સ્પર્ધા તેમજ મોકપોલ દ્વારા મતદાન અંગે પણ વિદ્યાર્થીઓને સમજ પૂરી પાડવામાં આવી રહી છે જેમાં આજની યુવા પેઢીએ ઉત્સાહભેર ભાગ લઈ મતદાન પર્વને શ્રેષ્ઠ પર્વ ગણાવ્યું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj