ધ્યાન અને પ્રેમના રંગથી રંગાઇ જવાનો અવસર

Dharmik | 23 March, 2024 | 12:25 PM
હોળી ઉત્સાહ અને ઉમંગનો તહેવાર છે, રંગથી ભીંજાવાનો અને બીજાને પણ રંગવાનો દિવસ : આ ઉપરનો રંગ વધારે સમય ટકશે નહિ પરંતુ જયારે તમે ખુદને અંદર-બહારથી ધ્યાન અને પ્રેમના રંગમાં રંગશો તો આ રંગ પાકો થશે, જે કયારેય ઉતરશે નહિ
સાંજ સમાચાર

જયારે કોઇ વ્યકિત ઇશ્ર્વરીય પ્રેમમાં કે ધ્યાનના રંગમાં ભીંજાવા લાગે છે ત્યારે સાચા અર્થમાં તેના જીવનમાં  હોળીનો આરંભ થાય છે એવો ઉત્સવ જે કયારેય ખતમ થતો નથી.

મીરાબાઇ કહે છે કે પ્રેમ અને ધ્યાનનું સુખ જ એક એવો રંગ છે, જેમાં તરબતર થવાથી દિવલ રડવા લાગે છે.  ગાવાનું મન કરે છે અને નૃત્યનું પણ પ્રેમની હોળી તે જ છે જેમાં પ્રીતની પિચકારી છે. જેમાં શીલતાનું કેસર છે અને સંતોષનો રંગ ભર્યો છે. 

આમ તો હોળી તે દિવસથી શરૂ થઇ જાય છે જે દિવસે વસંત ઋતુના આગમન સાથે જ નવા નવા પાન, નવી કળીઓ, નવા ફુલો ખીલવા લાગે છે. હવામાં એક નવી સુગંધ ફેલાઇ જાય છે. વૃંદાવનમાં પણ વસંતના આગમન સાથે જ હોળીની તૈયારીઓ શરૂ થઇ જાય છે. પરંતુ એક જ્ઞાની, એક ભકત માટે હોળીનો અર્થ કંઇક અલગ હોય છે. જેના માટે સમગ્ર જીવન જ એક ઉત્સવ બને, તે બહાર પણ ઉત્સવ મનાવવાના બહારના શોધે છે. 

પ્રાય: હોળીના દિવસે લોકો જુના વસ્ત્રો પહેરે છે કારણ કે રંગથી કપડા કયાંક ખરાબ ન થઇ જાય. પરંતુ જેઓને  વસ્ત્રો ખરાબ થઇ જવાની ચિંતા છે. હોળી તેઓને માટે નથી. હોળી તો ખુબ સમૃધ્ધ સમાજની કલ્પના છે જેમાં વિશેષ રૂપથી નવા સફેદ વસ્ત્રો પહેરીને રંગોથી રમવામાં આવે છે. રંગોમાં ભીંજાય છે. કોઇને કોઇ દુ:ખ હોતુ નથી કે કપડા  ખરાબ થઇ ગયા પરંતુ ખુશી હોય છે કે વસ્ત્રો રંગાઇ રહ્યા છે.

શ્રીકૃષ્ણના સમયમાં પલાશના ફૂલો અને ગુલાબની પાંદડીઓમાંથી રંગો તૈયાર કરવામાં આવતા હતા. રંગ આંખોમાં  ચાલ્યો જાય તો પણ આંખોને ઠંડક જ આપશે, નુકસાન નહિ કરે, આ તો થઇ બહારની હોળીની વાત, જો તમે મનથી આ હોળી રમવા માગો છો તો વૈરાગ્યનો સાબુ પોતાના મન પર લગાવો, મશળી મશળીને આ મનના મેલને ધુઓ અને ખુબ ઉજળુ બનાવો મનના આ વસ્ત્રને માત્ર સાફ કરવું જ પુરતુ નથી તેનો શ્રૃંગાર પણ જરૂરી છે. 

સાચુ તો એ છે કે ભારતના જેટલા પ્રમુખ મંદિરો છે તેમાં કોઇપણ મંદિર શ્રૃંગાર વગરના નથી. જયારે શ્રૃંગાર થયો ન હોય ત્યારે પ્રથમ દર્શન થશે. તેની પાછળનું કારણ એ છે કે ભકિત માર્ગમાં સાધકે ઇશ્ર્વરને પુરૂષ રૂપમાં અને સ્વયંને  સ્ત્રીના રૂપમાં જાાણેલ છે. કહેવામાં આવ્યું છે કે જેમ એક સ્ત્રી શ્રૃંગાર કરીને પોતાના પતિને મનાવે છે તે રીતે સાધક પોતાના મનનો શ્રૃંગાર કરે જેથી પરમાત્મા તેના પર પ્રસન્ન થાય એટલા માટે વૈરાગ્યના સાબુથી મનને સ્વચ્છ કરો પછી પ્રેમમાં શ્રૃંગારથી પોતાના મનને સજાવો. 

હિંદુ ધર્મ તે એક હસતો, ગાતો, નાચતો ધર્મ છે. જયાં ભગવાનની વંદના માટે મૌન રહી શકતું નથી. પરંતુ મુખહિત થતું જાય છે. તાલ, મૃદંગ, મંજીરા વગાડવામાં આવે છે. ભારતમાં જે ધર્મને વિકસીત થવાનો અવસર મળ્યો છે, તેમાં ખુબ આનંદ છે, ઉલ્લાસ છે, ખુશી છે, વિશાળતા છે, ખુલ્લાપણું છે. એટલા માટે ખુબ ગાઓ, પરમાત્માની સ્તુતિના  ગીતો ગાઓ.

હોળીમાં લગભગ નગારા, મંજીરા વગેરે હોય છે, પરંતુ સદગુરૂની હોળીમાં ન વાજા છે ન તો નગારૂ છે અહીં વાજા વાગી રહ્યા છે. અનહદના અને રસ પીવામાં આવે છે ઇશ્ર્વરીય પ્રેમનો, આનંદનનો અનહદ અર્થાત જેની હદ હોતી નથી. બોલવાની, બજાવવાની ગાવાની એક સીમા છે પરંતુ અનહદની કોઇ સીમા નથી હોતી.

સદગુરૂની હોળી તો આમ તો વિશિષ્ટ હોય છે. ગુરૂની હોળી ઘણી મુશ્કેલીથી શરૂ થાય છે. ઘણી તપસ્યા બાદ  પરંતુ જયારે તો પછી કયારેય ખતમ થતી નથી. 

હોળી અત્યંત સુંદર ઉત્સવ છે. આપણા દેશમાં હોળીનું પર્વ કૃષ્ણના નામ સાથે જોડાયેલું છે. તેના સુંદર રૂપ-સ્વરૂપ અને તેની જીવનલીલા સાથે જોડાયેલી છે. આ હોળીને આધાર બનાવી સંતોએ કહ્યું કે અમે પણ હોળી રમીએ છીએ,  પરંતુ અમારી હોળીના રંગ બહાર ગુલાબના નહિ, જ્ઞાનના છે, અમે પ્રેમની હોળી રમીએ છીએ. સદગુરૂ પોતાના જ્ઞાનના રંગ શિષ્ય પર વરસાવે છે. જેથી સાંભળતા સાંભળતા તેનું સુતેલું મન જાગી જાય. જયારે તમે જ્ઞાનની હોળી રમો છો તો પછી વાગે છે. અનહદના વાજા. ભીતર શકિત જાગૃત થવાથી જ્ઞાનનો રંગ ખીલવા લાગે છે. જ્ઞાનનો આ રંગ બહારના ઉપયોગથી આવશે નહિ, જ્ઞાનનો રંગ તમારી ભીતરમાં પણ છે. પ્રાર્થના કરો કે તમે પણ આવી આધ્યાત્મિક હોળીને ધ્યાન અને પ્રેમના રંગથી ખુબ રમી શકો. સંસારના જૂઠા રંગોથી નહિ.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj