♦ આરોપી ટ્રક ચાલક ભોજા સિંધલ હરિયાણાથી ટ્રકમાં સિમેન્ટ બનાવવા ઉપયોગ લેવાતી માટી ભરી આવેલો, ચોરખાનામાં છુપાવેલો દારૂ કેશોદના શખ્સને સપ્લાય કરવાનો હતો
(જીતેન્દ્ર આચાર્ય)
ગોંડલ, તા.28
ગોમટા ચોકડી પાસેથી કેશોદનો શખ્સ ટ્રકમાં દારૂ લઈ જતા ઝડપાયો હતો. તેની પાસેથી દારૂનો જથ્થો, ટ્રક, મળી કુલ રૂ. 14.75 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પીએસઆઇ જે.એમ. ઝાલાની રાહબરીમાં ગોંડલ તાલુકા પોલીસની કાર્યવાહી કરી હતી. દારૂની 458 બોટલ, બિયરના 24 ટીન, ટ્રક વગેરે મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આરોપી ટ્રક ચાલક ભોજા પુંજા સીંધલ (ઉવ.27, રહે. કેશોદ એરપોર્ટ રોડ પતાળકુવા પાસે જિ.જુનાગઢ) હરિયાણાથી ટ્રકમાં સિમેન્ટ બનાવવા ઉપયોગ લેવાતી માટી ભરી આવેલો, સાથે ત્યાંથી ટ્રકના ચોરખાનામાં દારૂ ભર્યો હતો. જે કેશોદના કોઈ શખ્સને સપ્લાય કરવાનો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ, રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ દારૂ તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી સુચના આપેલ હોય તેમજ ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા, તથા ગોંડલ સર્કલ પીઆઈના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પીએસઆઇ જે.એમ.ઝાલાને મળેલ ચોક્કસ ભરોષાપાત્ર હકીકતના આધારે ગોંડલ તાલુકા પોલીસના સ્ટાફ સાથે હકિકત વાળા ટ્રકને રોકી ચેક કરતા,ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો સાથે પકડી પાડી પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામા આવેલ છે.
આરોપીના કબ્જામાંથી રૂ.2,66,900નો દારૂ, 2400ની કિંમતના બિયરના ટીન, 12 લાખનો ટ્રક, મોબાઈલ ફોન મળી રૂ.14,75,400નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ કામગીરીમાં પીએસઆઇ જે.એમ.ઝાલા, હેડ કોન્સ્ટેબલ રૂપકભાઇ બોહરા, કોન્સ્ટેબલ રણજીતભાઇ ધાધલ, સંજયભાઇ મકવાણા, રવિરાજસિંહ વાળા, મુકેશભાઇ મકવાણા, રમેશભાઇ વાવડીયા, ડ્રા. હેડ કોન્સ્ટેબલ અરવિંદસિહ ગોહીલ વગેરે ફરજમાં રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy