ખાંભાના ગ્રામ્ય વિસ્તારની તરૂણીનાં અપહરણ કેસમાં આરોપી ઢગાને 25 વર્ષની કેદ

Crime | Amreli | 29 March, 2024 | 11:28 AM
તાલડા ગામના શખ્સને સજા સાથે રૂ.5.50 લાખનો દંડ ફટકારતી કોર્ટ
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ)

અમરેલી, તા.29

ખાંભા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક 17 વર્ષ 6 માસની ઉંમર ધરાવતી એક તરૂણીને 6 વર્ષ પહેલા ખાંભા તાલુકાના તાલડા ગામે રહેતો એક 4ર વર્ષનો ઢગો લલચાવી, ફોસલાવી, બદકામ કરવાના ઈરાદે પોતાના બાઈક ઉપર ભગાડી અપહરણ કરી લઈ ગયેલ અને તેણી સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધી તરૂણીને ગર્ભ રાખી દીધેલ હતો. આ બનાવ અંગે જે તે સમયે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતી. આ અંગેનો કેસ ધારી ખાતે આવેલ સ્પે. પોકસો અને બીજા એડી. સેશન્સ કોર્ટમાં ચાલી જતાં એડી. પી.પી. વિકાસભાઈ વડેરાની દલીલો કોર્ટે માન્ય રાખી આરોપીને રપ વર્ષની સખત કેદ તથા રૂપિયા પ.પ0 લાખના દંડની સજાનો હુકમ કર્યો હતો.

આ બનાવમાં ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક 17 વર્ષ 6 માસની ઉંમર ધરાવતી એક તરૂણીને ગત તા. 10/10/17નાં રોજ ખાંભા તાલુકાનાં તાલડા ગામે રહેતા આરોપી પશશોતમ ભગવાનભાઈ સરવૈયા નામનાં 4ર વર્ષનો આધેડ લલચાવી, ફોસલાવી, બદકામ કરવાના ઈરાદે પોતાના બાઈક ઉપર ભગાડી અપહરણ કરી લઈ ગયેલ હતો અને તેણી સાથે અલગ અલગ જગ્યાએ અને અવારનવાર શરીર સંબંધ બાંધી તરૂણીને ગર્ભ રાખી દીધેલ હતો. આ બનાવ અંગે જે તે સમયે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતી.

આ અંગેનો કેસ ધારી ખાતે આવેલ સ્પે. પોકસો અને બીજા એડી. સેશન્સ કોર્ટમાં ચાલી જતા એડી. પી.પી. વિકાસભાઈ વડેરાની દલીલો કોર્ટે માન્ય રાખી સ્પે. જજ એમ.એન. શેખ ઘ્વારા આરોપી પરશોતમ ભગવાનભાઈ સરવૈયાને આઈપીસી 376 તથા પોકસો કલમ 6 નીચે રપ વર્ષની સખત કેદ તથા રૂપિયા પ લાખનો દંડ તો પોકસો કલમ 4 નીચે આરોપીને 10 વર્ષની સખત કેદ તથા રૂપિયા પ0 હજારનાં દંડની સજાનો હુકમ કર્યો હતો.

આ બનાવમાં ધી ગુજરાત વીકટીમ કમ્પેનસેશન સ્કીમ ર019 સાથે વાંચતા ધી પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફોર્મ સેકસ્યુઅલ ઓફેન્સ રૂલ્સ ર0ર0નાં નિયમ-9(ર) મુજબ રૂપિયા પ લાખ વચગાળાનાં વળતર સહિત આ કામના ભોગ બનનારને વળતર ચુકવવા હુકમ કરવામાં આવેલ છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj