વેરાવળ,તા.28
ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળમાં મંગેતરના વિચિત્ર વ્યવહારથી કંટાળી યુવતીએ 181 ટીમની મદદ લેતા તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવતીનો મંગેતરનાં ત્રાસથી બચાવ કર્યો હતો. વેરાવળ સીટીના એક વિસ્તારમાંથી 181 મહિલા હેલ્પલાઇનમાં એક યુવતી દ્વારા કોલ આવેલા ’મેડમ બચાવો મારા મંગેતર અમને મારી નાંખશે’ યુવતીનો કોલ આવતાની સાથે જ વેરાવળ અભયમ ટીમના કાઉન્સેલર દાફડા અંજના અને મહિલા કોન્સ્ટેબલ નાંદણીયા વર્ષાબેન સહિત ટીમ તાત્કાલિક મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી યુવતીનો તેના મંગેતરનાં ત્રાસથી બચાવ કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy