જૂનાગઢ,તા.27
ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા વિવિધ 73 કેન્દ્રો ઉપર સેમેસ્ટર-6ની બી.એ.બી.એ.(હોમ સાયન્સ) બી.કોમ, બી.એસસી, બી.એસસી (હોમ સાયન્સ) બી.બી.એ, બી.સી.એ, બી.એસસી.(ફોરેન્સિક સાયન્સ) બી.એસસી.(આઈ.ટી) બી.એસ.ડબલ્યુ,બી.આર.એસ.એલએલબીની પરીક્ષાના પ્રારંભે કુલ 28348 વિદ્યાર્થીઓ વિવિધ કોલેજોમાં નોંધાયા છે.
આજરોજ પરીક્ષાના પ્રથમ દિવસે જૂનાગઢ ખાતે 20 તથા દ્વારકા ખાતે 1 મળી કુલ 21 કોપીકેસ કરવામાં આવ્યા હતાં.કોપીકેસ કરાયેલા વિષયોમાં બી.કોમ.અને બીબીએનો સમાવેશ થાય છે. યુનિવર્સિટીના કુલપતિશ્રી પો.(ડો.)ચેતનભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર અનુભવી પ્રાધ્યાપકોની સ્કવોડ તથા યુનિવર્સિટી ખાતેથી સીસીટીવી દ્વારા ઝીણવટભર્યુ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy