જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી દારૂ ઝડપાયો

Local | Jamnagar | 28 March, 2024 | 02:48 PM
સાંજ સમાચાર

જામનગર,તા.28
જામનગર પંથકમાં દારૂબંધીના ફુંકાતા બણગા વચ્ચે પોલીસે વધુ એક વખત દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સિટી સી ડિવિઝન પોલીસે શહેરના ગોકુલનગરમાં રહેણાંક મકાનમાંથી 56 બોટલ ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 

આ અંગે શહેરના સિટી સી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, સ્ટાફના કોન્સ્ટેબલ હર્ષદભાઇ પરમાર તથા હોમદેવસિંહ જાડેજાને શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં દારૂનું વેંચાણ થતું હોવાની ચોક્કસ હકીકત મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ગોકુલનગર શેરી નં.4 હનુમાનજી મંદિર પાસે રહેતાં કેયુર ઉર્ફે કાયલો ગીરીશભાઇ ડોબરિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન પોલીસે આ શખ્સના મકાનમાંથી રૂા.28,000ની કિંમતનો 56 નંગ ઇંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો પરંતુ કેયુર ઉર્ફે કાયલો પોલીસના હાથે ઝડપાયા પછી હાથ ધરાયેલી પુછપરછમાં આ દારૂ સપ્લાય કરનાર શખ્સ તરીકે બીપીન ઉર્ફે લાકડી કારાભાઇ મુછડીયા નામના શખ્સની સંડોવણી ખુલતા પોલીસે તેને ફરાર જાહેર કર્યો હતો.

આ સમગ્ર કામગીરી સિટી સી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ જે.વી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.બી.બરબસીયા, હેડ કોન્સ્ટેબલ ખીમશીભાઇ ડાંગર, યશપાલસિંહ જાડેજા, ફૈઝલભાઇ ચાવડા, મહેન્દ્રસિંહ ચુડાસમા, કોન્સ્ટેબલ મહાવીરસિંહ જાડેજા, હોમદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, હર્ષદભાઇ પરમાર, શિવભદ્રસિંહ જાડેજા, વનરાજભાઇ ખવડ અને પ્રવિણભાઇ પરમાર દ્વારા કરવામાં આવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj